________________
વેદ, વેદાર્થ અને વેદના દેવ
૩૩૩
હેતા-અધ્વર્યું-બ્રહ્મા અને ઉદ્દગાતા થાય છે અને એ નામે વ્યવહારાય છે, તેમ એક જ દેવ તે તે કર્મોએ કરી તદનુસાર જુદે જુદે નામે બોલાય છે, પણ આ અસંખ્ય દેવોને ત્રણ દેવમાં સમાવી દેવાનું જે ઉદાહરણ છે એ વસ્તુતઃ તેઓને એક દેવમાં સમાવી દેવાને પણ સમર્થ છે. અને તેથી એ વિચારશ્રેણિમાં આગળ વધતાં એક સિદ્ધાન્ત એ દેવના ભેદભેદ ને એટલે કે એકાનેકતાનો નીકળે છે. અર્થાત જેમ ત્રણ સ્થાન (પૃથ્વી, અન્તરિક્ષ અને દુ) પરસ્પર સંબદ્ધ હોઈને એક છે, એમ એના ત્રણે દેવો ત્રણ હેઈને પણ એક છે; એનું બીજું ઉદાહરણ યાસ્ક આ પ્રમાણે નેધે છેઃ “ત્તરાધિર” જેમ અસંખ્ય મનુષ્યો તે તે વ્યક્તિરૂપે ભિન્ન છે, છતાં રાષ્ટ્રરૂપે એક છે તે રીતે;–અર્થાત, પ્રકૃતિનાં અસંખ્ય દામાં પરમાત્મા વિવિધરૂપે પ્રકાશે છે, છતાં સર્વ દો તે એક જ પ્રકૃતિ હોઈ એમાં એક જ પરમાત્મા રહેલો છે. ઉપનિષદ્ કહે છે તેમ “get a સર્વભૂતેષુ ” આ ભેદભેદ વા એકાએકતાના સિદ્ધાન્તને અધિક સ્પષ્ટ કરતાં એ ફલિત થાય છે કે ભેદ અને અભેદ યાને એક અને અનેક એમ નહિ, પણ ભેદમાં અભેદ, એકમાં અનેક; અને એ કરતાં પણ વધારે શુદ્ધરૂપે કહીએ તો ભાસમાન ભેદમાં વાસ્તવિક અભેદ, ભાસમાન અનેકતામાં વાસ્તવિક એકતા. આ સિદ્ધાન્ત અધ્યાત્મવિદ્ મંડળને હતા. આ માયાવાદ જે ભેદભેદના અન્તમાં લપાએલો છે એ યાસ્કમુનિ આગળ સ્કુટરૂપે રહેલે ન હતો અને તેથી સત્ય-મિથ્થાની પરિભાષાને બદલે સામાન્ય ભાષામાં એ અધ્યાત્મવિદુને સિદ્ધાન્ત બતાવતાં કહે છે: “નાभाग्याद देवताया एक आत्मा बहुधा स्तूयते एकस्यात्मनोऽन्ये देवाः प्रत्यङ्गानि भवन्ति । अपि च सत्स्वानां प्रकृतिभूमभिषयः gવનિત”—અર્થાત્ પરમાત્મા એક હાઈને પણ અનેક રીતે એ સ્તવાય છે : એક જ આત્માના બીજા દે જુદાં જુદાં અંગ છે. એક જ પ્રકૃતિની તે તે પદાર્થરૂપે અનેકતાને ઉદ્દેશી, ઋષિઓ એને બહુ રૂપે સ્તવે છે, યદ્યપિ વસ્તુત તો એ એક અખંડ છે.
હવે પાછળ કહેલી એક વાતનું અનુસન્ધાન કરીએઃ ઉપર કહ્યું હતું કે વેદના મળ્યો એ વસ્તુતઃ ઋષિઓના આ વિશ્વ ઉપરના મનનના ઉગાર છે, તેને બદલે જેઓ એને અર્થહીન માત્ર વીંછીના મન્ચની પેઠે યજ્ઞમાં કેવળ ઉચારવાની શબ્દની આનુપૂવી છે એમ માને છે તેઓની દષ્ટિ