________________
૩ર૮
ચર્ચાપત્ર
(૪) મેક્ષાવસ્થામાં સુખાભિવ્યક્તિ છે, કે માત્ર આત્યંતિક દુઃખ
ધ્વસ છે? જે સુખાભિવ્યક્તિ હોય, તે તે સુખ નિત્ય છે કે
અનિત્ય તથા તદનુભાવક દેહાદિક છે કે કેમ? - (૫) મેક્ષાવસ્થામાં જીવ અને ઈશ્વર સમાન છે, કે કાંઈ ભેદ રહે
છે? જે સમાન હોય, તે જેમ ઈશ્વરમાં જગત કૃતિમત્ત્વ રહે છે, તેમ છવમાં પણ તે કેમ ન રહે, અને અનેકેશ્વરવાદ પ્રાપ્ત થઈ અપસિદ્ધાનત પણ કેમ ન થાય? જે કાંઈ પણ ભેદ રહેતા હોય તે તે ભેદ શું છે? તે સુખાવસ્થામાં ઈશ્વર અને
જીવને સેવ્યસેવક ભાવ કાયમ રહેવાને કે નહિ? અને જે
રહેવાને, તે તે શા કારણથી ? (૬) આ સર્વના નિર્ણય માટે તકે પ્રમાણ છે? કે શાસ્ત્ર? કે માત્ર
સ્વેચ્છી જ ? અમદાવાદ, તા. ૬-૧-૧૮૯૨
પૃ. એક મુમુક્ષુ તા, ક, પ્રાર્થનામાળા જેમાં એક વિશેષ શંકા ઉત્પન્ન થઈ છે. પ્રાર્થનામાળામાં “આત્માનું ઐહિક આમુમ્બિક કલ્યાણ થાય છે” એમ ચતુર્થ સિદ્ધાન્ત છે. તેને સ્થાને તા. ૧૫ મી એપ્રીલ સને ૧૮૯૧ ના જ્ઞાનસુધા' ના અંકમાં “આત્માનું કલ્યાણ થાય છે” એટલું જ છે. આ ફેરફાર સહજ જ થયું છે કે પરલોક વિષેની શંકાથી થયો છે
જ્ઞાનસુધા, ફેબ્રુઆરી ૧૮૯૨
પૃ. એજ.