________________
રર
દાસ્યભકિત -
પુષ્પ પુષ્પ વનસ્પતિશાસ્ત્રનાં સત્ય શોધનાર વનસ્પતિશાસ્ત્રી પુષ્પની રમણીયતા અÝ પુષ્પનું વાસ્તવિક જીવન સમઝી કે અનુભવી શકે ખરા? એક કવિ કહે છેઃ~~~
"The mind has a thousand eyes
And the heart but one;
Yet the light of a whole life dies When love is done. "
પ્રેમ એ જ દૃષ્ટિનું તેજ છે. દૃષ્ટિએ હજારા હો પણ જો એમાં પ્રેમ ન હેાય તે દિષ્ટ આંધળી જ સમઝવી. વિજ્ઞાનશાસ્ત્રી ભલે હજારા ન્હાનાં મ્હોટાં પરચુરણ સત્યા શેાધે, પણ એની આંખમાં વસ્તુ માટે પ્રેમ નહિ હાય તા અને વસ્તુનું આત્મભૂત સત્ય જડશે જ નહિ. આ પ્રેમનું—અને તેથી કવિકલ્પનાનું—ગૌરવ. અને તેથી જ કવિની ભારતી તે બ્રહ્માની સૃષ્ટિથી ચઢીઆતી એટલું જ નહિ, પણ એ પરા અને પશ્યન્તી' વાણી તે તત્ત્વવિચારકની વૈખરી' વાણીથી જુદી જ અને ઊંચી. છતાં, પ્રેમમાં જે દૃષ્ટિનું તેજ પ્રકટ થાય છે તે સત્યનાં હજારા કિરણાનું બનેલું હેાય છે. એ કિરણાનું એકીકરણ એ પ્રેમના ધર્મ; એ તેજનું પૃથક્કરણ એ દૃષ્ટિના ધર્મ. કવિકલ્પના અને તત્ત્વવિચારના સંબન્ધ પણ એ જ તરેહના છે. કવિ મિથ્યા કલ્પનાના ઘેાડા દોડાવે છે એમ નથી; પણ ઉલટું, કિવ જ તત્ત્વનું પૂરેપૂરૂં દર્શન, યથા—અર્થે અનુભવ કરાવી શકે છે. તત્ત્વ જે સામાન્ય લેાકદષ્ટિથી પરાક્ષ રહે છે, એને કવિ રસ અલંકાર ગુણ ભાવ વગેરે અલૌકિક સામગ્રી વડે મૂર્તિમન્ત કરીને અપરેક્ષ અનુભવ યાગ્ય અનાવે છે. કવિકલ્પના એ જ તત્ત્વાનુભવની ખરી ભાષા છે; ખીજી રીતે કહીએ તેા, તત્ત્વ એ આત્મા છે, અને કવિકલ્પના એ એનું શરીર છે~~ એ શરીરમાં જ એ આત્મા પ્રકાશે છે, અચેતન લેાકવાણીમાં એ પ્રકાશી શકતા નથી. પણ લૌકિક વાણી એક કામ કરે છેઃ એ શરીર અને આત્માના શા સંબન્ધ છે એ વિષે એ વાતચીત કરી શકે છે. આ લેખ એવી જ ચેાડી એક સૂચક વાતચીત કરવા માટે લખાએલે છે. બાકી, વસ્તુદર્શન તેા મીરાંના પદમાં જ કરી લેવું, આ લેખમાં એ મળશે નહિ
પ્રભુમાં પ્રેમની મૂર્છા ખાવી એ ( યાગની પરિભાષામાં ) નિર્વિકલ્પ સમાધિ. પરંતુ એ તે જેને આવે તેને જ આવે, મેથૈવ વૃજીત્તે તેન હસ્યઃ મનુષ્યયનથી એ ધારી આણી શકાતી નથી; સામાન્ય મનુષ્ય તે માત્ર એ માટે મેગ્યતા સંપાદન કરવા કાંઈક યત્ન કરી શકે અને એવા