________________
૩૦
વામનાવતાર
'In such access of mind, in such high hour Of visitation from the living God,
Thought was not, in enjoyment it expired. No thanks he breathed, he proffered no request.§
વળી ધ્યાતાના સ્વરૂપમાં અર્થાત્ ધાર્મિક મનેાભાવમાં ક્રમેક્રમે વિકાસ થતા આવે છે, એટલું જ નહિ, પણ ધ્યેયમાં અર્થાત્ ચિન્તનવિષય પરમાત્માના સ્વરૂપમાં પણ વિકાસક્રમ છેઃ—(૧) અમુક અમુક ઐહિક પદાર્થીમાં જ પરમાત્મદર્શન કરવું એ ( એક રીતે) સૌથી ઉતરતી ભૂમિકા છે. (૨) પરમાત્માને સર્વ ઐહિક પદાર્થીમાં વિકાએ એ કરતાં ઊઁચુ' પગથિયું છે. (૩) સ્વર્ગવાસી એક વ્યક્તિરૂપે કલ્પવા એ એ કરતાં ( અમુક રીતે ) ચઢતી ભાવના છે. (૪) ઇહલેાક અને સ્વર્ગલાક ઉભય કરતાં અધિક, પણ આત્માથી ભિન્ન એવા સદ્ગુણ બ્રહ્મ (ઈશ્વર) રૂપે માનવે! એ ચેાથું સ્વરૂપ છે. (૫) આત્મામાં પણ પ્રત્યક્ષ જોવા એ છેલ્લું પ્રાપ્તવ્ય છે. માટે ત્યાગી લિરાજા આગળ ભગવાન પ્રથમ યજ્ઞભૂમિમાં, પછી પુરાદશ્યમાન જગમાં, પછી સ્વર્ગમાં, પછી બ્રહ્મ (ધુ) લેાકમાં અને છેવટે આત્મામાં પણ પ્રત્યક્ષ થયા એમ કહ્યું છે.
આ પ્રમાણે ઉપરની કથામાંથી એક મેધ લેવાના છે. આધ લઈ તદ્દનુસાર ધાર્મિકતામાં પગલાં ભરવા યત્ન કરવાના છે.
" हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् । तवं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ॥
""
$ Wordsworth.
[ સુદર્શન : જુલાઈ ૧૯૦૦ ]