________________
દાસ્યભક્તિ
૩૨૧
૧૪. હાસ્યભક્તિ
मने चाकर राखोजी-(टेक) चाकर रहनुं बाग लगासु, नित उठ दरशन पासु, वृन्दावनकी कुञ्जगलिनमें, तारी लीला गासु-मने० हरेहरे सब बाग बनाऊं, बिच बिच राखो बारी, साँवलियाके दरशन पासु, पहिर कुसुम्बी सारी-मने० योगी आया योग करणको, तप करणे संन्यासी, हरिभजनको साधु आवे, वृन्दावनके वासी-मने० मीरां के प्रभु गहरगभीरा, हृदय धर्यो जी धीरा, आधि रात प्रभु दरशन दे है, प्रेमनदीके तीरा-मने
બંગાળાના સુપ્રસિદ્ધ કવિ અને નાટકકાર દ્વિજેન્દ્રલાલ શયના પુત્ર બાબુ દિલીપકુમાર રાય બંગાળી સાહિત્ય પરિષદ્દના અધિવેશનમાં ભાગ લેવા અને બનારસ) આવ્યા હતા. એ સુન્દર શૈલીમાં બહુ મધુર કંઠે ગાઈ શકે છે–ચૂપમાં પણ ફરી આવ્યા છે અને ત્યાંના સંગીતને પણ પરિચય ધરાવે છે. એમણે અમારે ત્યાં (યુનિવર્સિટિમાં) સંગીતના બે જલસા કર્યા, તેમાં બહુ જ મધુર ભાવથી અને અસરકારક રીતે એમણે ઉપરનું કાવ્ય ગાયું હતું.
કાવ્ય અને સંગીત એક બીજાથી સ્વતન્ન કલા હાઈને પણ જ્યારે પરસ્પર સંશ્લેષથી એકનિકતા બલકે એકરૂપતા પામે છે, ત્યારે એને રસ કાંઈક જુદો જ બને છે. આવા અસાધારણ રસને સાક્ષાત્કાર આ પ્રસંગે અમને થયો હતો.
આ કાવ્ય ગૂજરાતીમાં પ્રસિદ્ધ થએલા મીરાંના પદસંગ્રહમાં છે કે નહિ એ મને યાદ નથી. પણ બાબુ દિલીપકુમારે કહ્યું કે એ રાજપૂતાનામાંથી એકઠાં કરેલાં મીરાંનાં પદમાંનું એક છે. ચાકર રાખેને (વા, રાખે)”—એ ટેકમાં “
પુ ષor દિ સાચ” એ ભાગવતના ગાપિકાગીતને પ્રતિધ્વનિ શ્રવણે પડે છે, બાકીનાં ભાવ અને કલ્પના તદ્દન સ્વતંત્ર છે.
આ કાવ્યમાં કર્મયોગ અને ભક્તિયોગને સમન્વય કરવાને ઉપદેશ રહેલો છે. પરંતુ, આમ કહેવામાં હું કાવ્યના રસને સૂકવી નાંખતે નથી,