________________
વામિનાવતાર
૩૧૯
એ તારું સર્વસ્વ હરી જશે એમ ભય બતાવે છે. પણ દઢ સંકલ્પવાળા બલિરાજાને આ વ્હીક અસર કરી શકતી નથી—એમ કથા કહે છે.
(૩) આ રીતે સ્વાર્થત્યાગ ધાર્મિકતામાં પરિણમ્યા પછી એ નૂતન દશાનું પ્રથમ સ્વરૂપ બતાવતાં આખ્યાયિકા કહે છે કે “વામન ભગવાને ' પહેલે પગલે પૃથ્વીનું આક્રમણ કર્યું.” પરમાત્મા ખાતર આ લેકના પદાર્થને ત્યાગ એ આ ધાર્મિકવૃત્તિની નીસરણનું પહેલું પગથિયું છે, માત્ર પહેલું જ એટલા માટે કે હજી એ દિશામાં મનુષ્ય સ્વર્ગલોકમાં એ ત્યાગને બદલે મળશે એમ આશા અને ઈચ્છા રાખે છે; અને એટલે દરજે એ ઉતરતી ભૂમિકા છે. આ ઉતરતી ભૂમિકાના પુરુષ સંબંધે ભગવદ્ગીતા કહે છે"एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते" = “જેઓ (સ્થૂલ) વેક્ત ધર્મને અમુક કામપ્રત્યર્થ આશ્રય કરે છે તેઓ સ્વર્ગ અને મૃત્યુલોક વચ્ચે જા આવ કરે છે;” અર્થાત એમને શાશ્વત બ્રહ્મપદની પ્રાપ્તિ થતી નથી.
(૪) આથી ચઢતી ભૂમિકાએ પહોંચતાં મનુષ્ય આલોક અને પર(સ્વર્ગ) લોક ઉભયની લાલસા ત્યજે છે, અને સર્વ ભમકારાસ્પદ પદાર્થને ત્યાગ કરી પ્રભુસેવા કરવી એમાં કૃતકૃત્યતા માને છે. પરંતુ હજી આ દશા મધ્યમ પંક્તિની છે, ઉત્તમોત્તમ નથી. આ દશામાં યદ્યપિ મમકારનો ત્યાગ થયો છે તથાપિ અહંકાર જાગ્રત છેઃ હજી અહંકારાસ્પદ જીવનું પ્રભુને ચરણે સમર્પણ થયું નથી—આપણું વેદાન્તની ભાષામાં, બ્રહ્માકારવૃત્તિ સ્કુરીને જીવ “શિવ’–રૂ૫ થયો નથી.
(૫) એ સમર્પણ થવું, એ “શિવ” રૂપતા પ્રાપ્ત કરવી એ પરમ સિદ્ધિની દશા છે–જેમાં અહં” કે “મમ” બેમાંથી એક પણ પદાર્થ અવશિષ્ટ રહેતું નથી. જે કરે છે તે પ્રભુ જ કરે છે. “દરિવાર રિજat” આપનાર-લેનાર ઉભય હરિ જ છે, એવો ઊંડી સત્યતાને ભરેલો. અનુભવ થાય છે –
“ “જેમ દીપક તે વહનિ, વનિ દીપક નહિ દેએ; તેમ સેવક સ્વામી જાણ, વાણી કેવાની હે; જેમ સૂરજને કીર્ણ, ચરણ સમુખ જેમ દેહે; તેમ છે આ વ્યવહાર, પાર જડે રે હે; જીવન્મુક્ત કહેવાય અખા, વચન ન લાગે તે સ્થળે
ગુરુગપે આલોચતાં, સહેજપણે સર્વે કળે.” * * અને