________________
૩૧૮
વામિનાવતાર,
એ ધર્મ નથી કે જેમાં કાંઈપણ સ્વસુખને ત્યાગ કર્યા વિના માત્ર પ્રાર્થના કરવાથી જ પરમાત્મા પ્રસન્ન રહે છે એમ માનવામાં આવતું હોય. વળી જ્યાં સુધી મનુષ્ય સ્વાર્થત્યાગ કરતા નથી ત્યાં સુધી એ પ્રકૃતિની ભૂમિકા ઉપર જ (પિંડમાં જ) પોતાના સ્વરૂપની સમાપ્તિ માને છે. એ સ્વાર્થત્યાગમાં આનન્દ માને છે એ જ પ્રકૃતિથી પર અનેક આત્માઓને પોતાના સ્વરૂપમાં સંગ્રહતી, એવી જે પરમાત્માની ભૂમિકા છે એને સ્વીકાર બતાવે છે. પરંતુ આપણું કથામાંથી આટલો જ બોધ લેવાને હેત તે તે બહુ ન હતું. આમાંથી એક અધિક ઉપદેશ ખેંચવાને છે અને તે એ કે
(૨) ત્યાગવૃત્તિની મનુષ્ય ઉપર જે જે માગણીઓ થાય છે તે તે સર્વ સિદ્ધ કરવાને એના તરફથી નિશ્ચય થવો જોઈએ, અને એ નિશ્ચય હેય તે જ પરમાત્મદર્શન થાય છે. સાધારણ ત્યાગ તો મનુષ્ય અનેક પ્રસંગે કરે છે. પરંતુ જ્યાં સુધી “ત્યાગવૃત્તિની એટલે કર્તવ્યબુદ્ધિની મારી પાસે જે જે માગણીઓ થશે તે તે સર્વ સિદ્ધ કરવાને હું તૈયાર છું એવો બલિરાજાના જેવો દઢ સંકલ્પ થયો નથી ત્યાં સુધી પરમાત્મદર્શન દૂર છે. આવી માગણીઓ વર્ષના અમુક દિવસે કે દિવસના અમુક કલાકે કે ક્ષણે થાય છે એમ નથી, પણ પ્રતિક્ષણ મનુષ્યનાં ઝીણું ઝીણું કૃત્યો પરત્વે પણ એ માગણી જારી જ છે. કર્તવ્યબુદ્ધિની આ માગણુઓ પરમાત્મા ખાતર જ પૂરેપૂરી સંતોષી શકાય છે. માટે આ ભિક્ષા પરમાત્માએ યાચી એમ આપણું આખ્યાયિકા કહે છે. કેટલાક ત્યાગ કીર્તિ ખાતર, રૂઢિ ખાતર, લોકચિ ખાતર, સગાંસંબંધી ખાતર પણ થઈ શકે છે. પરંતુ એ સર્વ ત્યાગને હદ છે. જ્યાં સુધી એ ત્યાગપ્રેરક પદાર્થમાં બળ હોય છે ત્યાં સુધી જ એ થઈ શકે છે, અને આ બળ પરમાત્મા શિવાય અન્યત્ર અનહદ માપમાં ભળવું અશક્ય છે. જ્યાં ત્યાગને હદ નથી ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ છે જ; કારણ, મનુષ્ય પાસે સર્વ “સ્વ” અહંતામમતાનું સંપૂર્ણ અધિકાન–હરી લેવાની શક્તિ કેવળ એમાં જ–ત્તિ માં જ–છે. અને જ્યાં અનહદ ત્યાગને સંકલ્પ છે, ત્યાં રહેલો મોડો પણ એ પ્રત્યક્ષ થયા વિના રહેતો નથી. જુઓ બલિરાજાનું અદ્ભુત દૃષ્ટાન્ત! પણ આ ઉચ્ચભાવનાજન્ય સંકલ્પ કેટલે બધે સ્વાર્થત્યાગ માગી લે છે એ વાતનું દૈત્યગુર” (શુક્રાચાર્ય)–રવાર્થવૃત્તિ–ને પૂરેપૂરૂ ભાન છે, અને તેથી એ દાનશીલ બલિરાજાને સ્વાર્થત્યાગી આભાને–જેજે, આ પરમાત્મા છે;