________________
કોઈક (
અનાથનન દેશ
ભવે છે? વળી આ
તે મા
મા અસ્તિત્વ વિશ્વની કઈ
ક આભામાંથી કેમ
૩૧૬
વામનરાવતાર લઈએ તે બુદ્દબુ જેવા છે. ઘટપટાદિ વિષયજાતને એની આસપાસ વિસ્તરતા તેમ જ એના અંતરમાં પ્રવેશી રહેલા અનcતાના સાગરથી પૃથક્ પાડી ગ્રહણ કરવા યત્ન કરે એટલે તરત જણાશે કે એના વિના તે , તમારી દૃષ્ટિ આગળ કેવળ અંધકાર-જ્ઞાનહીન, વ્યવસ્થાહીન, સ્વરૂપ હીન કાંઈક (–એટલું જ છે, જે છે એટલું કહેવું પણ શક્ય નથી. વળી સમગ્ર વિશ્વનું વિશ્વરૂપે–અનાદનન્ત દેશકાળમાં પરસ્પર સંબદ્ધ પદાર્થોની એકતાની મૂર્તિરૂપે ગ્રહણ થવું આત્મા વિના સંભવે છે? વળી આ આત્મા તે મારે જ (અન્ત:કરણવચ્છિન્નચિત રૂપ) આત્મા? મારા ( અન્તઃ કરાવચ્છિન્ન) આત્માનું અસ્તિત્વ વિશ્વની કાંઈક અનુભવવિષયતાનો ખુલાસો કરી શકે, પણ વિશ્વ છે–સર્વને માટે “છે–એમ એ આત્મામાંથી કેમ સિદ્ધ થાય? માટે એ આત્મા–પરમ આત્મા–સ્વીકારવો જોઈએ કે જેનું આ સમગ્ર વિશ્વ દશ્ય છે, અને જેની દૃષ્ટિ સદા યથાર્થ છે; અને જેની એ યથાર્થ દષ્ટિ સાથે મારી દૃષ્ટિ મેળવવી એનું નામ વિશ્વનું યથાર્થે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તાત્પર્ય કે જ્ઞાનમાં જે પ્રમા–અપ્રમાને ભેદ પડે છે તેને એકજીવવાદ સ્વીકારવાથી, અથવા તો અન્તમાં એકતારહિત અનેક જીવોનું પ્રતિવ્યક્તિ સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવાથી, ખુલાસો થઈ શકતું નથીઃ અનેક જીવો આગળ પ્રમા (યથાર્થજ્ઞાન) ની ભાવના એક જ છે એથી એક પરમ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. વળી “સાયન્સ” ના અનુમાનાદિ વ્યાપાર પણ પરમાત્માનું અસ્તિત્વ અને પરમાત્માની શ્રદ્ધેયતા સ્વીકારીને જ પ્રવર્તે છે, અને “સાયન્સ” ના વિજયની પતાકારૂપ “કારણુતા”શબ્દને અર્થ પણ એનું અસ્તિત્વ સ્વીકાર્યા વિના બની શકતો નથીઃ કારણુતામાં પ્રતીત થતું રણ ચૈતન્ય વિના અને વિશ્વસ્કુરણ વિચિતન્ય (પરમાત્મા) વિના અસંભવિત છે.
હજી પ્રશ્ન થશે કે ધર્મ સ્વભાવથકી જ સિદ્ધ હોય તે પછી ધાર્મિક થવાને પ્રયત્ન કરવાની શી જરૂર ? ઉત્તર કે—ધર્મ સ્વભાવસિદ્ધ છે એને એમ અર્થે નથી કે સર્વે સરખી રીતે ધાર્મિક થએલા છે પણ એને અર્થ એવો છે કે ધર્મવૃત્તિ સર્વમાં સ્વાભાવિક રીતે જ બીજરૂપે રહેલી છે, જેને સ્પષ્ટ વિકસાવવી એ આપણું કર્તવ્ય છે. એમ થવામાં મુખ્ય અન્તરાય સ્વાર્થત્યાગવૃત્તિને અભાવ છે. ખરી વાત છે કે સ્વાર્થત્યાગ હોવા છતાં પણ સ્પષ્ટ-આસ્તિકતા-ધાર્મિકતા હોતી નથી. પરંતુ આમ થવાનું કારણ યોગ્ય વિચારને અભાવ છે. જલસિંચનને અભાવે બીજમાંથી વૃક્ષ ઉભવ ન પામે એમાં બીજનું બીજ– બાધિત થતું નથી, તેમ વિચારને અભાવે