________________
૩૦૪
બહેરી”
અધિકારી ત્યારે જ થઈએ કે જ્યારે આપણું જીવન પરમાત્માનાં બાળકને શોભતું થાય.
પણ માતાપિતા હંમેશાં પુત્રની સાથે સાથે જ ફર્યા કરતાં નથી. તેમ પુત્રથી હૃદયની બધી બાંધછોડ એમની સાથે થઈ શકતી નથી. વળી જીવાત્મા ! અને પરમાત્મા ઉભય નિત્યસિદ્ધ પદાર્થ તરીકે શ્રુતિને માન્ય છે–આ સર્વ ધ્યાનમાં લઈ શ્રુતિએ એ બેને “a gyo Rયુના તણાયા” ઈત્યાદિ વાક્યમાં સખા રૂપે વર્ણવ્યા છે. એ જ ભાવે પછીનાં શાસ્ત્રોએ નર નારાયણ અને કૃષ્ણ-અર્જુનના સંબંધથી બતાવ્યો છે અને કૃષ્ણ પ્રત્યેની સુદામાની અને ઉદ્ધવની ભક્તિ પણ એ જ ભાવનું મનહર ફળ છે. પણ આગળ જણાવેલા સંબધના કરતાં આ સંબધને અનુભવ વધારે ઉચ્ચ અધિકારી માટે છે. જ્યારે વારંવાર દેષ કરીને માતાપિતાની માફક પરમાત્મા પાસેથી ક્ષમા ભાગવાની ન રહે, અને જ્યારે સદાચરણ માટે ફક્ત એની સલાહની જ જરૂર રહેતી હોય, તથા સાધારણ રીતે આપણે એવું સદાચરણબળ સંપાદન કર્યું હોય કે જેથી અણીને વખતે એ આપણને સહાય થઈ ઉગારી લે એટલો આપણે અધિકાર થયે હેય—-ત્યારે જ આ સખા-ભાવ ખીલી ઉઠે છે.
પણુ પરમાત્માને સખા સમજીને એની અવજ્ઞા કરવાની આપણને છૂટ નથી. તેથી અર્જુનને જ્યારે પરમાત્માનું વિશ્વરૂપદર્શન થયું, ત્યારે તેણે પશ્ચાત્તાપપૂર્વક કહ્યું કે “હે અશ્રુત ! (નિર્વિકાર, સનાતન પરમાત્મન ! ) તને સખા સમજીને અને તારે પ્રભાવ ન જાણીને, પ્રમાદથી કે મંત્રીની છૂટથી, મેં તને “હે કૃષ્ણ! હે યાદવ ! હે સખે” એમ દમ ભરાવીને બોલાવ્યો છે; રમત ગમતમાં, ખાતાં પીતાં, સૂતાં બેસતાં, એકાન્તમાં કે જનસમુદાયમાં, મશ્કરીમાં મેં તારું અપમાન કર્યું છે, તે માટે હું તારી ક્ષમા માગું છું.”
આ કારણથી ભક્તરાજ હનુમાને પરમાત્માને સ્વામીબુદ્ધિએ સેવ્યો છે. પરમાત્માના સખાઓ––અર્જુનની માફક–પરમાત્માની સહાયતાથી આસુરી સંપત હામે પોતે જય મેળવવા લઢે છે; પણ પરમાત્માના દાસ તે-- હનુમાનની માફક–પરમાત્માના વાવટા નીચે રહી પરમાત્માની સેવા અર્થ યુદ્ધે ચડે છે અને અતુલ શ્રમથી પરમાત્માની સવપ્રકૃતિને અસુરના બન્ધનમાંથી છોડાવવામાં પિતે ઉપયોગી થાય છે. જ્ઞાન વૈરાગ્ય અને બ્રહ્મચર્યથી તેઓનાં શરીર અને મન વજ જેવાં દઢ બનેલાં હોય છે, અને ધન