________________
૩૦૧
“ હારી. ”
ઉતરતી પંક્તિના છતાં, પરમાત્માના હાઈ સર્વથા ખાટા તેા હોઈ જ ન શકે એટલું સ્મરણમાં રાખી, દરેકમાં જે જે સત્ય રહેલું હેાય તે “ સવંતઃ સામાવયાત છુપેન્ચ ચ પપ્પલ:” એમ પુષ્પભ્રમરન્યાયે ગ્રહણ કરીએ.
પરમાત્મા સંબન્ધી એક અતિપ્રાચીન ભાવના રાજા તરીકેની છે. પરમાત્મા જગતના સ્રષ્ટા માત્ર જ નથી, પણ આપણા રાજા છે—આપણને નિયમમાં રાખનાર છે, આપણાં પાપપુણ્યના દાતા છેઃ આ ભાવનામાંથી ગ્રહણ કરવા જેવા અંશ એ છે કે—પરમાત્મા ધરતીકંપ કે દરિયાઈ તાકાન જેવી જડ શક્તિ રૂપ નથી; એને આપણી સાથે વ્યવહાર છે; એના નિયમ એ પેાતે પાળે છે, અને આપણને પાળવા ફરમાવે છે. આ સત્ય આપણે ગ્રહણ કર્યું છે ? ગ્રહણ કર્યું ત્યારે જ કહેવાય કે જ્યારે આપણું જીવન એ સત્યને પ્રત્યક્ષ કરી આપતું હોય. પણ આપણે તે રાતદિવસ એવી રીતે હજારા પ્રવૃત્તિએ મચાવ્યાં કરીએ છીએ કે જાણે આપણા ઉપર પરમાત્માનું રાજ્ય જ ન હેાય ! માણસે કર્યેા કર્મ ભાગવવાનાં છે; પાપ કર્યાં વગર પાપનું મૂળ એ ન્યાયી મહારાજા કદી ભાગવાવતા જ નથી; અને પુણ્યનું ફળ કદી આપ્યા વિના રહેતા જ નથી—આટલી વાત જો આપણા જીવનમાં આપણે વણી લીધી હાય તા દુષ્ટ કર્મ તરફ આપણી પ્રવૃત્તિ જ થવી ન જોઇએ, અને સત્કર્મ તરફ આપણેા ઉત્સાહ પૂર્ણ વેગથી વહ્યાં કરવા જોઈ એ. પરમાત્માનું આ રાજ્ય સ્થૂલ દૃષ્ટિએ કેટલાક ક્રિશ્ચયના માને છે તેમ ભવિષ્યમાં આવવાનું છે એમ નથી. પણ નિત્ય નિરન્તર ચાલ્યાં કરે છે. પરમાત્માની આ ભાવના, અને કર્મ એજ આ વિશ્વનું ખરેખર તત્ત્વ છે એ સિદ્ધાન્ત, શ્રતિસિદ્ધ છે. ઋગ્વેદસંહિતા કહે છે કે વરુણુ રાજા’ જે આ સંસારસમુદ્રના અને સંસારરાત્રિનેા અધિષ્ઠાતા દેવ છે—તે પાતે 'ધૃતવ્રત' છે. અર્થાત્ એ પેાતાના નિયમ પાળે છે, અને મનુષ્યા પણ ધૃતવ્રત' થાય એમ એ ઇચ્છે છે. અને ઉપનિષનાં યાજ્ઞવલ્ક્ય અને આતભાગના સંવાદમાં છેવટના તત્ત્વ તરીકે ‘કર્મ’—સારી ખેાટી કરણી—જ તાવેલી છે.
પણ પરમાત્મા તે કેવલ રાજા જ નથી; પિતા પણ છે. રાજા નથી, અને પિતા છે એમ નથી. પણ રાજા અને પિતા ઉભય છે. એના ઘરમાં ન્યાય છે તેમ પ્રેમ પણ છે. જીસસના પહેલાના યાહુદી ધર્મમાં પરમાત્માની રાજા તરીકેની ભાવના પ્રધાન હતી, તેને બદલીને જીસસે પિતા તરીકેની ભાવના સ્થાપી; એથી યાહુદી ધર્મની પરમાત્માની ભાવનામાં રાજાના અકરુણુ