________________
“ હારી
99
૩૦૬
અર્થાત્, જે પદાર્થનું પ્રત્યક્ષ થાય છે તે પદાર્થ સ્વતઃ દેશકાલાવચ્છિન્ન નથી, પણ ઇન્દ્રિય સાથેના સંબન્ધ કરી એનામાં દેશકાલની કલ્પના ઉપજે છે. કાન્ટની પછીના વખતમાં આ સિદ્ધાન્તમાં એટલે ફેરફાર સૂચવવામાં આવ્યા છે કે—પ્રથમ સ્વતઃ પદાર્થ છે અને પછીથી ઇન્દ્રિયાના સંબન્ધ થતાં એનામાં દેશ અને કાલના ઉપાધએ ઉપજે છે એમ નથી, પણ ઇન્દ્રિયા સાથે સંબંધ રૂપે જ એ પદાર્થનું અસ્તિત્વ છે, એટલે કે જો એ પદાર્થ છે તે તેને દેશકાલ લાગેલા જ છે. પણ આ સિદ્ધાન્તનાં અંતે રૂપે લેતાં એમાંથી એટલું તે કુલિત થયું જ કે જે પદાર્થ ઇન્દ્રિયાતીત છે તે દેશગત કે કાલગત હોઈ ન શકે. આથી આટલી વાત સ્પષ્ટ છે કે આત્મા જીવાત્મા તેમ જ પરમાત્મા—જે ઇન્દ્રિયાતીત છે. તેને દેશગત કે કાલગત માનવા એ ભૂલ છે. અને જો આત્માને દેશ કે કાલના ઉપાધિ લાગતા નથી, તે પછી જીવાત્મા અને પરમાત્માને એક ખીજાથી પૃથક્ પાડવા એ સંભવતું નથી. વળી કાન્ટે બીજું એ બતાવ્યું છે કે જેમ મનુષ્યનું ઐન્દ્રિયક જ્ઞાન વિષય માત્રને દેશ અને કાલનાં બીમાંમાં ઢાળે છે, તેમ સૂનુષ્યની મુદ્ધિ પણ વિષયને અમુક ખીમાંમાં જ ઉતારી લે છે—અર્થાત્ એ અમુક આકારે જ વિષયને ક૨ે છે. આ આકાર તે દ્રવ્ય-ગુણુ-કારણસંખ્યા વગેરે છે. કાન્તના આ સિદ્ધાન્તમાં પણ પાછળથી એવા સુધારા આવ્યા છે કે વિષય સ્વતઃ—સ્વતન્ત્ર—કાઈ પદાર્થ નથી, પણ બુદ્ધિના વિષય રૂપે જ એનું અસ્તિત્વ છે, એટલે પ્રથમ પદાર્થ સ્વતન્ત્ર સિદ્ધ હાય અને પછીથી એ બુદ્ધિના વિષય અને એમ થતું નથી. પણ આ મૂળ સિદ્ધાન્ત લા યા એના સુધારા લેા, ઉભયમાંથી એટલું કુલિત થાય છે કે જે પદાર્થ મનુષ્યષુદ્ધિના વિષય જ નથી એની સાથે દ્રવ્ય ગુણુ કારણ સંખ્યા વગેરેના વિચારા જોડવા એ ભૂલ છે. પણ સગુણવાદી અને દ્વૈતવાદી કહેશે કે એ પદાર્થ મનુષ્યમુદ્ધિને વિષય નથી એમ કાણુ કહે છે? આના ઉત્તર કે તત્ત્વજ્ઞાનને પ્રયાસ મનુષ્યષુદ્ધિને વિષય શેાધીને વિરમતા નથીઃ તત્ત્વજ્ઞાન સમક્ષ મહાપ્રશ્ન પડેલા છે તે એ કે મનુષ્યમુદ્ધિ પાતે જ શેના થકી ખની રહી છે? અર્થાત્ મનુષ્યષુદ્ધિની હામે વિષય રૂપે એક પદાર્થ બતાવવાથી એ બુદ્ધિના ખુલાસે। થતા નથી; એ ખુલાસા માટે તે એ અદ્દિની પાછળ જવું જોઈ એ, અર્થાત્ અધિષ્ઠાન રૂપે કાઈક પદાર્થ માનવે જોઈ એ. અને તેથી દ્રવ્ય ગુણ સંખ્યા આદિ બુદ્ધિના આકારા જે બુદ્ધિથી શરૂ થાય છે તેને બુદ્ધિની પેલી પારના—અધિષ્ઠાનભૂત-પદાર્થને લગાડવા એ ભ્રમ છે. બુદ્ધિની પાછળ—પેલી પાર——જવું અશક્ય લાગતું હાય તા એના અને અધિષ્ઠાનના