________________
હોરી ”
૩૦૭
એટલે ચિત અને સતને અભેદ માને; પણ બુદ્ધિ અને બુદ્ધિના વિષયને એક સંકલનામાં જેડયા વિના, અર્થાત બંનેની એક અધિકાનમાં એકતા ફર્યા વિના, કે નથી.
આ અધિકાન-પદાર્થ જગત રૂપે કેમ બન્યો એને વિચાર પહેલી “હરી "માં થઈ ગયે. બીજી બહેરી”માં એ પદાર્થ છવભાવ શી રીતે પામ્યો એને વિચાર ચાલે છે. તેમાં આટલી ચર્ચાને અને હવે આપણે એના ખાસ સિદ્ધાન્ત ઉપર આવ્યા.
એક મત એ છે કે જીવ અને જગત એ બે બ્રહ્મના વિકારે છે. આ મત “પરિણામવાદ” અને “વિકારવાદ’ને નામે સુપ્રસિદ્ધ છે, અને એ મત શંકરાચાર્યની પૂર્વે પણ હતો, અને પાછળથી શ્રીવલ્લભાચાર્યે એને અવલંબ કર્યો છે. બીજા મત પ્રમાણે, જીવ અને જગત બે બ્રહ્મની શક્તિઓ છે. આ મતને “શક્તિવાદને નામે શંકરાચાર્યે એક સ્થળે ઉલ્લેખ કર્યો છે, અને પાછળથી રામાનુજાચાર્યે ચિત અને અચિતને બ્રહ્મની શક્તિઓ માની છે તે આ જ મત છે. ત્રીજે “અવસ્થાવાદ” છે, તે પ્રમાણે બ્રહ્મા “અપ્રચલિતસ્વરૂપ” સમુદ્રસ્થાને છે, અને એની “પત (જરા) પ્રચલિતાવસ્થા” તે અન્તર્યામી (ઈશ્વર) છે, અને અત્યન્ત પ્રચલિતાવસ્થા” તે જીવ છે. આ ત્રણે વાદમાં છવને વિકારરૂપે વા શક્તિરૂપે વા અવસ્થારૂપે સત્ય માનવામાં આવ્યો છે.
જીવાત્માને પરમાત્માના વિકાર રૂપે વા અન્ય રૂપે સત્ય માનીને પણ એ પરમાત્માથી ભિન્ન છે કે અભિન્ન એ વિષે ત્રણ મુખ્ય વાદ ઉત્પન્ન થયા છે. જીવ અત્યારે પરમાત્માથી ભિન્ન છે, અને તે મેક્ષાવસ્થામાં પરમાત્મા સાથે એકતા પામશે–નદીઓ સમુદ્રમાં ભળી જાય છે તે રીતે, એ એક વાદ છે; અને તે લોમિ નામના આચાર્યને નામે વ્યાસ મહર્ષિ વેદાન્તસૂત્રમાં નેધા છે. બીજો એક વાર એ છે કે અત્યારે પણ જીવ પરમાત્માથી અત્યન્ત ભિન્ન નથી, તેમ અત્યન્ત અભિન્ન પણ નથી–જેમ અગ્નિના તણખા અગ્નિ છે, અને છતાં અગ્નિથી જુદા પણ છે અથવા તે, જેમ ઘટ એ મૃત્તિકા જ છે, અને મૃત્તિકાથી જુદે પણ છે, એ રીતે. આ ભેદભેદવાદ વેદાન્તસૂત્રમાં વ્યાસ પહેલાંના આશ્મરણ્ય આચાર્યને કહેવામાં આવ્યો છે. ત્રીજે વાદ એવો છે કે અત્યારે જીવ પરમાત્માથી ભિન્ન નથી, તેમ ભિન્ન અને અભિન્ન એમ પરસ્પરવિરુદ્ધ ધર્મવાળ પણ નથી. અત્યારે જે અવસ્થામાં છે તે અવસ્થામાં પણ એ પર