________________
૩૦૮
'
હેરી”
માત્માથી અભિન્ન જ છે. આ વાદ વેદાન્તસૂત્રમાં જણાવ્યા પ્રમાણે કાશકૃત્ન ઋષિને છે.
પણ અત્યારે જે અવસ્થામાં છે તે અવસ્થામાં પણ એ પરમાત્માથી અભિન્ન જ છે એ વાદ પણ બે રીતે સમજી શકાય. એક અવસ્થિતિવાદ એ છે કે અચિત તેમ જ ચિત પરમાત્માનાં વિશેષણ રૂપે અવસ્થિત છે, અને પરમાત્મા એ થકી વિશિષ્ટ છે. આ રામાનુજાચાર્યને “યથાવસ્થિત ( છે તે રૂપે જ–અવિદ્યાની કલ્પના કર્યા વિનાને) વિશિષ્ટાદ્વૈતવાદ, બીજે અવસ્થિતિવાદ એવો છે કે અત્યારે છે તે રૂપે પણ જીવ પરમાત્માથી અભિન્ન જ છે, છતાં ભિન્ન ભાસે છે તે અવિદ્યાએ કરીને–આ શંકરાચા ર્યને સુપ્રસિદ્ધ કેવલાદૈતવાદ.
જીવાત્માની આ દેખાતી ભિન્નતા અનેક રીતે સમજાવવામાં આવી, જેમ દર્પણમાં દેખાતું મુખ વાસ્તવિક મુખથી ભિન્ન નથી; વા જળમાં દેખાતું ચન્દ્રનું પ્રતિબિમ્બ ખરા ચન્દ્રથી ભિન્ન નથી–અર્થાત એમ દેખાયા છતાં બે મુખ કે બે ચન્દ્ર થતા નથી–-તેમ બ્રહ્મનું અવિદ્યાત્મિક અન્તાકરણમાં પ્રતિબિમ્સ પડવાથી બ્રહ્મથી જુદે જીવ ભાસે છે, પણ વસ્તુતઃ બ્રહ્મ એકલું જ છે. આ બિમ્બપ્રતિબિમ્બવાદ.
પણ ચન્દ્ર આકાશમાં છે અને એનું પ્રતિબિમ્બ જળમાં છે–એટલું તે દૈત ખરું ને? આમ શંકા સંભવે, તેથી બીજા શાંકરેદાન્તીઓ અન્ય દષ્ટાતથી જીવ-બ્રહ્માને સંબન્ધ સમજાવે છે. જેમ ઘટાકાશ અને મહાકાશ જુદાં નથી–એકનું એક આકાશ છૂટે રૂપે (અનવછિન્ન-રૂપે) મહાકાશ હેય છે, અને તે જ ઘટના સંબન્ધ કરી (ઘટમાં ઘેરાએલા તરીકે) ઘટાકાશ કહેવાય છે, તેમ અનવચ્છિન્ન (વગર ઘેરાએલુ) ચેતન્ય તે બ્રહ્મ, અને અન્ત:કરણવચ્છિન્ન (બુદ્ધિથી ઘેરાએલું) ચૈતન્ય તે જીવ. આ અવચ્છેદવાદ.
પણ આ વાદમાં પણ–જેમ આકાશને ઘેરનાર ઘટ નામનો પદાર્થ આકાશથી જુદે છે તેમ-તન્યને ઘેરનાર બુદ્ધિ યા અન્તઃકરણને ચૈતન્યથી જુદું માનવું પડે, અને એટલા પૂરતું અદ્વૈતવાદમાં છિદ્ર પડે. આ શંકા નિવારવા માટે કેટલાક શાંકરદાન્તીઓ કર્ણ “રાધેય'ના દષ્ટાન્તથી જીવબ્રાને સંબન્ધ સમજાવે છે. જેમ કર્ણ પૃથાને પુત્ર હતો, પણ અજ્ઞાને કરી પોતાને રાધાને પુત્ર જાણતો હતો, તેમ બ્રહ્મ વસ્તુતઃ બ્રહ્મા છતાં અજ્ઞાને કરી પિતાને જીવ સમજે છે.
આ સર્વ દષ્ટાન્ત જે કે એક બીજા ઉપર સુધારો કરતાં દેખાય છે– તથાપિ ખરું જોતાં સર્વનું તાત્પર્ય એક જ છે, અને તે ગમે તે રીતે