________________
૩૧૨
વામિનાવતાર
* * ૧૩
વામનાવતાર विष्णोर्नु के वीर्याणि प्रवोच यः पार्थिवानि विममे रजांसि । यो अस्कमायदुसरं सधस्थं विचक्रमाणनेधोरुगायः॥
यस्य श्री पूर्णा मधुना पदान्यक्षीयमाणा स्वधया मदंति। य उ त्रिधातु पृथिवीमुत द्यामेको दाधार भुवनानि विश्वा ।
उरुक्रमस्य स हि बन्धुरित्था વિડvie vલે ઘર અદા કરૂ છે
( વેવસંહિતા –૧૯૪) આપણુમાં વામનબલિરાજાનું આખ્યાન સુપ્રસિદ્ધ છે. એમ કહેવાય છે કે જ્યારે ભગવાન વામન અવતાર લઈ બલિરાજા પાસે ભિક્ષા યાચવા આવ્યા, અને બલિરાજાએ એ આપવા કબૂલ કર્યું, ત્યારે ભગવાને સાડાત્રણ પગલાં ભૂમિ માગીઃ બલિરાજાએ એ આપી. ભગવાને એક પગલે પૃથ્વીનું, બીજે પગલે સ્વર્ગાદિ(મધ્યલોક)નું, અને ત્રીજે પગલે દુકનું આક્રમણ કરી, અડધું પગલું ક્યાં મૂકવું એમ પ્રશ્ન કર્યો. ત્યારે બલિરાજાએ પિતાનું શિર ધર્યું, જે ઉપર ભગવાને પોતાનું ચરણકમલ મૂક્યું, અને એ રીતે બલિરાજાને કૃતાર્થ કર્યો.
આ કથામાંથી જે અનેક સત્યોનું સન્દહન થઈ શકે છે તેમાંનું એક આ પ્રમાણે છે –ભગવાન પરમાત્મા સ્વાર્થત્યાગીને ઘેર આવી ઊભા રહે છે; અને એક વખત વામન–હાના–સ્વરૂપમાં પણ જો એ મનુષ્ય આગળ પ્રત્યક્ષ થાય છે તો પછી જેમ જેમ મનુષ્ય સ્વાર્થ ત્યાગ કરવા તત્પર થતું જાય છે તેમ તેમ પરમાત્માનું સ્વરૂપ ક્રમે ક્રમે વિસ્તરી સમસ્ત જગતને–પ્રથમ આ લોકને, પછી સ્વર્ગને, અને છેવટે બ્રહ્મલોકને–ભરી