________________
બહારી”
આનન્દ આપવા-લેવાની,આપવામાં લેવાની અને લેવામાં આપવાની – ઈચ્છાથી એણે પંચમહાભૂતની ધાતુ મેળવીને બ્રહ્માંડરૂપી પિચકારી બનાવી; એમાં ચૌદભુવનરૂપી વિવિધ રંગ ભયી અને એની રંગબેરંગી સેરેથી જીવમાત્રને હુવરાવ્યા, વચમાં શબ્દ-સ્પર્શ-રૂપ-રસ અને ગબ્ધ એ પાંચ વિષયને ગુલાલ પણ ઉરાડ્યો–અને આમ રસમૂર્તિ “છી ss વળ્યા હોરી ખે! જેની આંખમાં એ વિષયરૂપી ગુલાલ પડ્યો, તે “સુધબુધ' બેઈ પિતાપણને–આત્મસ્વરૂપને–ભૂલી બેઠે. આ એની “આવરણશક્તિ': વિક્ષેપશક્તિ એક ડાંખળી, અને આ બીજી ડાંખળી. એ બે શકિતઓનું સ્વરૂપ અને એમને પરસ્પર સંબન્ધ વિચારીએ.
સામાન્ય રીતે પરમાત્માની સર્ગકરી (સૃષ્ટયુત્પાદક) શક્તિ તેને વિક્ષેપશક્તિ કહે છે; અને બન્ધકરી (સ્વસ્વરૂપ-આચ્છાદક) શક્તિ તેને આવરણશકિત કહે છે; પરમાત્માએ જગત મેજિક ભેંન્ટ” એટલે કે ભૂતાવળના ચિત્ર માફક આપણી દૃષ્ટિ આગળ ખડું કર્યું છે, અને મેજિક ટ્વેન્ટનના મેજિક' (જાદુ) કરતાં એનું મૅજિક અનન્તગણું અધિક છે–એટલે, ગવાસિકમાં કહ્યું છે, તેમ “વગર ભીંતે” આ ચિત્ર ઊભું કર્યું છે. આ એની વિક્ષેપશક્તિનું પરિણામ છે. અને આપણે અને એની વચ્ચે એ ચિત્ર આડું પડેલું હોવાથી એનું ખરું સ્વરૂપ સમજાતું નથી એ એની આવરણશક્તિનું પરિણામ છે. આવરણ વિના વિક્ષેપ એકલો રહી શકતો હોય તે ભલે રહે; આપણું કામ માત્ર આવરણ ફેડવાનું છે. વિદ્યારણ્યમુનિ પણ ઈશ્વરસૃષ્ટિ અને જીવસૃષ્ટિ એવા સૃષ્ટિના બે ભેદ પાડીને કહે છે કે જ્ઞાને કરીને જીવસૃષ્ટિને નાશ કરી શકાય છે, ઈશ્વરસૃષ્ટિને નાશ કરી શકાતું નથી, અને કરવાની જરૂર પણ નથી. જ્ઞાન થતાં, આ જગતના તે તે પદાર્થો નાશ પામશે વા દેખાતા અટકશે એમ સમજવાનું નથી; પદાર્થો તે રહેશે અને દેખાશે, પણ એ પદાર્થોમાંથી જ્ઞાનીને મોહ ઊઠી જશે, એટલે પછી એ બંધનકર્તા રહેશે નહિ; વિષયનું ઝેર નીકળી ગયું એટલે બસ. ઉપરની હોરીનું રૂપક લઈ એ તે–પરમાત્માની આ બ્રહ્માંડરૂપી પીચકારી ભલે પિતાનું કામ કર્યું જાય,એથી હાનિ નથી; એ પીચકારી'ના જળમાં જે “ગુલાલ ભળે છે એ જ માણસને અબ્ધ કરી નાંખે છે. માટે એ “ગુલાલ” ને આંખમાંથી કાઢ એમ ઉપદેશ લેવાને છે.
અત્રે પ્રશ્ન થશે કે પરમાત્મામાં આવરણશક્તિ કેમ સંભવે? એને વિચાર આપણે પછીથી કરીશું–પ્રથમ તે એટલી ખાતરી કરી લઈએ કે