________________
બહેરી"
અને જ્યારે અવિદ્યા પરમાત્માની દયા સાથે અસંગત છે એમ બતાવવામાં આવે છે ત્યારે એ એવો ઉત્તર વાળે છે કે પરમ દયાળુ પરમાત્માને એ અવિદ્યા સર્જવામાં હેતુ હશે એ આપણે આપણું અલ્પજ્ઞતાને લીધે સમજતા નથી–૫ણુ માની લેવું જ જોઈએ કે એ દયાઘના ને હેતુ કાંઈક સારે જ હશે. પણ મનુષ્યબુદ્ધિને આમ એક વખત ઉત્થાન પામવા દઈ પછી એને એકદમ દબાવી દેવી એ અયોગ્ય છેઃ “આપણે જાણતા નથી” એવા અયતાવાદનું જ જે છેવટે શરણ લેવું વાજબી હોય તે આરંભમાં જ કેમ ન લેવું? જગતને કર્તા ઈશ્વર છે એટલે સુધી જવાની પણ શી જરૂર ? આપણે અલ્પજ્ઞ મનુષ્ય જાણતા નથી કે આ જગત કેણે ઉત્પન્ન કર્યું વા શી રીતે ઉત્પન્ન થયુંએમ અજ્ઞેયતાવાદ પ્રાપ્ત થઈ ઈશ્વરના અસ્તિત્વના સિદ્ધાન્તને બાધ આવે. માટે મનુષ્યબુદ્ધિરૂપી જે ડાળ ઉપર આપણે બેઠા છીએ તે જ ડાળને કાપવી એ બરાબર નથી. નિર્ગુણ બ્રહ્મવાદીને અનિર્વચનીયતાવાદ આવી નથી. એ વાદ પ્રમાણે, આપણે અવિદ્યાના અસ્તિત્વમાં પરમાત્માને શે હેતુ રહેલ હશે એ સમજતા નથી એમ નહિ, પણ અવિદ્યાને વાસ્તવિક અસ્તિત્વ જ નથી અને જે મિથ્યા છે તેના ખુલાસાની જરૂર નથી, કારણકે તેને ખુલાસે સંભવ જ નથી.
અનિર્વચનીય અસ્તિત્વ એ અસ્તિત્વ જ નથી. છતાં એમાં સહજ પણ અસ્તિત્વને ગબ્ધ રહેતે હેય તે તેને નિધિ કરી બીજા શાંકતીઓ એ કરતાં પણ આગળ જાય છે. તેઓના સિદ્ધાન્ત પ્રમાણે આ અવિદ્યા જેમ પરમાત્માની કરેલી નથી, અને મિથ્યા હઈ પરમાત્માના અદિતીયવને બાધ કરતી નથી, તેમ એ જીવની ઉપજાવેલી પણ નથી–જીવનું છત્વ જ એનાથી બન્યુ રહ્યું છે. ત્યારે શું એ જીવ થકી પ્રાફિસિદ્ધ છે ? એમ પણ નથી. અવિદ્યાને લઈ ને જીવ છે અને જીવને લઈને અવિદ્યા છે. અને છતાં અ ન્યાશ્રય દેપ આવતું નથી; તે એવી રીતે કે, જીવન જીવપણું એનું જ નામાન્તર અવિદ્યા છે, અને અવિદ્યાનું પ્રતીત થવું એમાં જ જીવન જીવપણું છે–અર્થાત જ્યાં છવભાવ અને અવિદ્યા એક જ વસ્તુસ્થિતિનાં બે નામ છે, ત્યાં કાર્યકારણુભાવની મુશ્કેલીને કે અન્યન્યાશ્રય દેવને પ્રસંગ જ છે? બીજુ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે
અવિદ્યા એ નામે કઈ વસ્તુસત પદાર્થ નથી કે જેને જીવ સાથે સંબન્ધ કેણે કર્યો એવો પ્રશ્ન વાજબી ગણાય. જીવે પિતાને જીવ જાણવો અને જગતને જગત જાણવું, અને એ રીતે પરમાત્માનું ખરૂ સ્વરૂપ જોતાં છતાં