________________
ચાર ગુરુઓ
લેખી સંસાર ઉપરથી વૈરાગ્ય લાવી પરમાત્મા ઉપર પ્રેમથી લૌકિક જીવન અને મૃત્યુ વચ્ચેના ભેદની પાર ચઢી ગયું છે. મૃત્યુ પછી જન્માન્તરનું જીવન છે, પણ જન્મમરણની ઘટમાળમાં આવેલું હોઈ, એ લૌકિક જીવન, મિથ્યા જીવન છે. ખરું જીવન લૌકિક જીવનની અન્તર્ છતાં પાર છે; જેની પરિપૂર્ણતા–જીવનતા આગળ લૌકિક જીવન મૃત્યુ સમાન છે. એ જીવન––જેમાં આત્માની પ્રત્યેક ગુહા—પ્રત્યેક રબ્ર–પરમાત્મ મહેદધિનાં મેજથી ભરાય છે–એની પરિપૂર્ણતા શી રીતે વર્ણન કરવી? જગતના મહાત્માઓએ આ જીવન અનુભવ્યું છે, અને તેઓ સાક્ષી પૂરે છે કે આ જીવનની જીવનતા નિસીમ છે.
નચિકેતસ યમ–વૈવસ્વતને કહે છે – श्वो भावा मर्त्यस्य यदन्तकैतत् सन्द्रियाणि जरयन्ति तेजः । अपि सर्व जीवितमलपमेव तवैव वाहास्तव नृत्यगीते ॥ न वित्तेन तर्पणीयो मनुष्यो लप्स्यामहे वित्तमद्राक्ष्म चेत्त्वा । जीविष्यामो यावदीशिष्यसि त्वं वरस्तु मे वरणीयः स एव ॥
આ પ્રમાણે (૧) ચંડળ, (૨) કપોત, (૩) ગરુડ, (૪) હંસ એ ચાર ગુરુઓ પાસેથી (૧) જ્ઞાન, (૨) ભક્તિ, (૩) કર્મ અને (૪) સવિરાગ શાંતિ, એ ચાર પરમાર્થ પ્રાપ્તિનાં સાધનને બેધ મળે છે—જે ચાર સાધને એક એક સાથે ગુંથાએલાં છે તથાપિ જુદાં જુદાં વર્ણવી શકાય એવાં છે.
[[વસન્તઃ વિ. સં. ૧૮૫૮ ભાદ્રપદ].
* “દષ્ટિવૃતાત્રયસરવા ”—ઉત્તરરામચરિત