________________
ર૭૪
* ચાર ગુરુઓ તમારા ઉપર ગમે તેટલે ઠેષ હશે પણ એ રહીમે જે તમે પ્રેમની તલવાર લઈને ઉભા રહેશો તે એ દેષ તમને બાધ કરી શકશે નહિ, એટલું જ નહિ પણ એ ઠેષ છિન્નભિન્ન થઈ પ્રેમરૂપે પરિણમી જશે. પણ મનુષ્ય ઉપર આ ઐકાન્તિક પ્રેમ ભગવાન ઉપરના પ્રેમમાંથી જ–વિષ્ણુના ચરણકમળમાંથી ગંગાની પિઠે–વહે છે. માટે મનુષ્ય પ્રેમનું પ્રભવસ્થાન જે પરમાત્મા એના ઉપર અચળ પ્રેમ બાંધવો જોઈએ. અને દુઃખના પ્રસંગે આવે તો પણું, એમાં ક્ષણ વાર પણ, અણુમાત્ર પણ, આ પ્રેમને શિથિલ થવા દેવ નહિ; અમુક દુખ પરમાત્માએ મહારા ઉપર નાંખ્યું નથી એટલી જ સમજણથી ન અટકતાં, સુખ દુઃખને વિચાર પરમાત્મા સંબંધી પ્રેમમાં અપ્રાસંગિક છે, એને એની સાથે કાંઈ જ લેવા દેવા નથી, એમ દૃઢનિશ્ચયપૂર્વક, એ વિચારને અત્રમાં પ્રવેશ પણ કરવા દેવા નહિ. આને જ આપણું શાસ્ત્રોમાં “નિગુણ્ય દશા” કહે છે–અથત એ એવી ભૂમિકા છે કે જ્યાં પ્રકૃતિનાં–સુખદુઃખનાં મોજાં પહોંચી શકતાં નથી; જ્યને આનન્દ માત્ર ઐહિક હોઈ દુઃખને દાબી દે એવો છે એમ નહિ; પણ જ્યાં દુઃખ જેવા પદાર્થોને હિસાબમાં આવવાનો પ્રસંગ જ નથી.
જેને આ પ્રેમ લાગે છે તેને સાંસારિક દુખ એ દુખ નથી, પણ પરમાત્માને વિરહ, મનુષ્યમાત્રના–ભૂતમાત્રના સુખની ન્યૂનતા, એ જ ખરેખર દુઃખકર થઈ પડે છે. અત્રે પ્રશ્ન થશે કે સર્વવ્યાપક પરમાત્માને વિરહ કે? જ્ઞાનમાર્ગમાં ભક્તિને સ્થાન કેવું? આને ઉત્તર કે પરમાત્માના વિરહને અનુભવ એ જ એની સર્વવ્યાપકતાના અનુભવનું પગથિયું છે; ભક્તિ એ જ્ઞાનનું સાધન છે. આપણી વર્તમાન સ્થિતિ તે પરમાત્માના વિરહની નથી પણ પરમાત્માના અજ્ઞાનની છે–ઘેર નિદ્રાની છે; પછી જેમ ઘોર નિદ્રામાં સ્વમ આવી આત્માને ખળભળાટ થઈ, જાગ્રદવસ્થા પ્રાપ્ત થાય છે–તેમ આ અજ્ઞાનાવસ્થામાંથી પરમાત્માથી હું વિખૂટે પડયો છે, એ કયાં હશે? એ કેમ મળે?-ઇત્યાદિ સ્વમની ઉત્કંઠા ઉત્પન્ન થાય છે; અને એ જ ઉત્કંઠાના વેગે કરી છેવટે આંખ ઉઘડી જાય છે, અને જાએ છે તો પરમાત્મા પિતાને આલિંગી રહેલો નજરે પડે છે. આ રીતે ભક્તિ એ જ્ઞાનને અનુકૂલે થાય છે. - જેને આ પ્રેમ પૂરેપૂરે છે એ, હૃદયના ભાવમાં સીંચાઈને–પલળીને બેસી રહેતો નથી, પણ કર્તવ્યપરાયણ થાય છે. જેમ ગરુડ પક્ષી એના પવંતી જુસ્સાથી ભરેલું, કાળા દરિયાઈ તોફાનને સહામે મુખે ભેદતું, સૂર્ય જ “રિવ”—ઉપનિષદ,