________________
ખાંડાની ધાર
૨૭૭
“ખાંડાની ધાર રાજા હરિશ્ચન્દ્ર છોડી ચાલ્યા શેર સત્યવાદી સતને કારણે જીરે, વેચ્યાં રાણીને કુંવર રોહીદાસ ચરી તારે વારણેજી રે. ૧ ત્યાં તે બંને પગ ન ઠેરાય શેરી નથી સોયલીજી રે, મારગ ખરે છે ખાંડાની ધાર દીસે વાટ દેહ્યલી રે. ૨ સીપને ઉપનીતી સત્ય અપાર ઊંડીથી ઉપર આવવાજી રે; માથે બેહના વૂક્યા મેઘ મોતીને મેળાવવાજી રે. સુને રન લાધ્યું રામનું નામ સદ્દગુરુજીના સાથમાંજી રે, ભેજલ નેહ રે કરીને ચિત્ત રાખ્ય હીરો આ હાથમાંજી રે
ભેજે સંસારમાં આવી રાત દિવસ અનેક વ્યાવહારિક વ્યવસાયમાં આપણે કાળ નિગમીએ છીએઃ કાળ એની મેળે વહ્યો જાય છે, અને એમાં આપણું જડ જીવન એક તૃણવત ખેંચાયું જાય છે એમ કહીએ તે ચાલે. કોઈ કાયમ ઉદેશ, અને એ ઉદ્દેશનું અનુસરણ –એ આપણને તદ્દન અજ્ઞાત છે. પરમાત્માએ આપણને જે સંસારના પ્રસંગે રૂપી અક્ષરો આપ્યા છે એ ગોઠવી એમાંથી આપણું જીવનનું એક અર્થવાળું પુસ્તક રચવાનું છે એ વાત આપણે તક્ત વિસરી જઈએ છીએ. કેઈક વાર કામને, કોઈક વાર ક્રોધને, કેઈક વાર લેભને, એમ અસંખ્ય વૃત્તિઓને વશ પડી રહીએ છીએ. એ
જ્યાં લઈ જાય ત્યાં દેરાઈએ છીએ, એ માંહોમાંહે કલહ કરે, આપણને સહામહામી ઊભી રહી ખેંચે, અને એ ક્રિયામાં આપણું કકડા થાય તે તે પણ આપણે વિવશ રહી થવા દઈએ છીએ ! આ વાત બરાબર થાય છે? આપણે કેણુ? આ દેહમાં અને આ વિશ્વમાં આત્માનું શું સ્થાન છે? આ દેહ મારાથી ઊભો રહ્યા છે, અને આખું વિશ્વ મારામાં પરોવાએલું છે. ઉભેય ઉપર રાજ્ય ચલાવવું એ હારે અધિકાર ખેઈ બેસું તે હું મારી જાતને ગુમાવું છું, આ દેહને અને આ વિશ્વને અર્થશન્ય કરી મૂકું છું, અને સર્વત્ર અંધકાર છાઈ રહે છે. વસ્તુતઃ હુ સત્ય-સ્વરૂ૫ છું, ચિતન્યસ્વરૂ૫ છું, અને આનન્દ-સ્વરૂપ છું. મ્હારો સિક્કો આખા જગતમાં