________________
પ્રેમઘટા
૨૮૯
અનાદિ અને અનત કાળ અનાદિ અને અનન્ત સંસારથી ભરેલો માનવ જોઈએ. આમ હોવાથી અનવસ્થાપબાધક થતું નથી–બલકે સાધક થાય છે.
- હજી એક શંકા સંભવે છે. જો કે જીવની વર્તમાન પ્રવૃત્તિમાં એના પૂર્વ સંસ્કારાનુસાર ઈશ્વરનું કારયિતૃત્વ છે, પણ એ પૂર્વ સંસ્કાર એના સ્વતેન્દ્ર પ્રયત્નજન્ય ખરા કે નહિ? ખરા, તે પછી જીવનું સ્વતન્ચ કર્તવ વર્તમાનમાં પણ સ્વીકારવામાં શો બાધ ? આને ઉત્તર કે પૂર્વ સંસ્કાર છવના સ્વતંત્ર પ્રયત્નજન્ય નહિ; (એમ હોય તે પૂર્વેક્ત અનવસ્થાની અપેક્ષા જ શી હતી?) તુિ એમાં પણ ઈશ્વરનું કારયિત્વ ખરું. કેઈ કહેશે કે ભલે સર્વત્ર ઈશ્વરનું કારયિતૃત્વ રહે, એથી જીવના કર્તુત્વને શો બાધ આવે છે? જીવના કર્તુત્વને બાધ આવતું નથી, પણ જીવના સ્વતન્નકર્તુત્વને આવે છે; અને એકનું કર્તુત્વ બીજાના કારયિતૃત્વમાં વિલીન થઈ જાય છે, અને આ રીતે જીવના કર્તત્વને ઈશ્વરના કારયિતૃત્વમાં સમાવેશ થઈ, છેવટનું કર્તવ ઈશ્વરનું જ રહે છે; જીવનું કતૃત્વ ઈશ્વરકર્તક સૃષ્ટિમાંનું જ છે–તે એવી રીતે કે જેમ અમુક મહાનિયમોથી જડ સૃષ્ટિ બંધાએલી છે તેમ અમુક મહાનિયમથી જીવનું કર્તૃત્વ પણ બંધાએલું છે–એ કર્તવ પરમાત્માના મહાનિયમોને ઉથાપીને બનેલું નથીઃ ઉદાહરણ તરીકે, એક આ નિયમ સુપ્રસિદ્ધ છે કે જેમ આપણે ખેટાં કર્મો કરીએ છીએ તેમ તેમ આપણુમાં ખાટી લાલચે–રાગદ્વેષાદિ–રહામે ટક્કર ઝીલવાનું સામર્થ્ય ઘટે છે; તેમ જ, જેમ જેમ આપણે સત્કર્મો કરીએ છીએ તેમ તેમ આપણે ઊર્ધ્વ પન્થઉત્સર્પિણું મતિ–સરળ થાય છે. હવે, કહો કે આ નિયમ આપણે પોતે રચ્યા છે? ના જ. આપણું બહાર કઈક શક્તિ છે જેણે રચી મૂકેલા નિયમોને અન્યથા કરીને કાંઈ પણ કરી શકવાનું આપણું સ્વાતન્ય નથી. એ શક્તિને લઈ, પરમાત્માનું કતૃત્વ સર્વત્ર–જ્યાં આપણું કર્તુત્વ ભાસે છે ત્યાં પણ સિદ્ધ છે.
આ સામાન્ય નિરૂપણ આપણે પ્રકૃત વિષયને લાગુ પાડીએ. મનુષ્યમાં જે કાંઈ શુભ વાસનાને ઉદય થાય છે અને એ પ્રમાણે આચરવાનું શુભ બળ ઉપજે છે તે કરનાર ઈશ્વર પોતે જ છે. આપણે એક શુભ કર્મ કરીએ એટલાથી એવી વાસના બંધાય કે બીજી વખતે શુભ કર્મ કરવામાં આપણને તે મદદગાર થાય અને આપણે પ્રયત્ન સફળ કરે, એ નિયમ– જે આપણો પિતાને કરેલ નથી પણ ઈશ્વરનો કરેલો છે–એ નિયમ પોતે જ પ્રભુની કૃપાનું ચિહન નથી? કર્મ અને વાસનાના પરસ્પર સંબન્ધને ૩૭