________________
પ્રેમઘટા
૨૮૭
મૂકયાં છે, એને અનુભવ કરી પવિત્ર થવું, એ દુઃખની “તસમુદા” લઈ પરમાત્માનાં સાંનિધ્યમાં જવું એ મનુષ્યને મનુષ્ય તરીકે પરમ ધર્મ અને અધિકાર છે. શું પશુઓ પિતાના દુઃખમાં પરમાત્માના પ્રેમનું ઝરણુજેશે? તેઓ તો પીડા પામશે અને પામીને વીસરી જશે, ફરી પામશે, ફરી વીસરશે ઇત્યાદિ. મનુષ્યમાં જ એવી શક્તિ છે કે એ દુઃખ ભેગવવાં એટલું જ નહિ પણું એ દુઃખને અર્થ કર –એટલે કે એનું સ્વરૂપ સમજવું તથા પ્રોજન તપાસવું; એની આગળ પાછળની કડીઓ તપાસી કાર્યકારશુની સંકલનામાં એનું ક્યાં સ્થાન છે તથા એ શી ગરજ સારે છે એ નક્કી કરવું. જેમ જગતના કેઈ પણ પદાર્થનું “સાયન્ટિફિક (શાસ્ત્રીય) રહસ્ય યથાર્થ સમજવા માટે એની આગળ પાછળ તથા આસપાસ જેવાની જરૂર પડે છે, તેમ આ બાબતમાં પણ છે. દુઃખમાં ગરકાવ થઈ ન જતાં, અથત એના વર્તમાન કાળમાં જ સર્વ દૃષ્ટિ સમાવી ન દેતાં, એનાં ભૂતભવિષ્ય તરફ નજર કરીશું તે તુરત જણાશે કે દુખ એ ભૂતકાળની મલિનતાનું વિશાધન છે, અને ભવિષ્યકાળની આત્મોન્નતિને અરુણોદય છે. ખરી વાત છે કે સર્વ કાઈના જીવનમાં દુઃખ આવી ઉમદા સેવા બજાવતું જણાતું નથીપણ કહે કે સમૃદ્ધ અનાજ ઉગાડવામાં આવશ્યક એવું જે ખાતર તેને ઉપયોગ કેટલા કરે છે? છતાં શું ખરે ખેડૂત કે કૃષિશાસ્ત્રી ક્ષણવાર પણ કબૂલ કરશે કે ખાતર એ પરમાત્માની સૃષ્ટિમાં નિરર્થક પદાર્થ છે? તે જ પ્રમાણે, જેને મનુષ્યજીવન પામી એ જીવન સફળ કરવાની ઈચ્છા છે અને જેણે એ જીવનની સુઘટિત ઘટના ઉપર વિચાર કર્યો છે– એને સાંસારિક દુખ તે પરમાત્માની કૃપા સિવાય અન્યરૂપે કદી પણ ભાસશે નહિ.
૨ પરમાત્માના અનુગ્રહનું બીજું ચિહુનશુભવાસના અને શુભઆત્મબળ છે. મનુષ્ય જીવનની ક્ષણેક્ષણ કર્તવ્યથી ભરેલી છે. એ કર્તવ્યો કરવા માટે શુભવાસના અને શુભ આત્મબળની અપેક્ષા છે...અને તે પર માત્મામાંથી મનુષ્યને પ્રાપ્ત થાય છે. જ્યારે જ્યારે આપણું હૃદયમાં દેવાસુર સંગ્રામ થઈ દેવા જીતે છે અને અસુરો હારે છે ત્યારે નક્કી સમજવું કે–જીવાત્મા રૂપી ઈન્દ્ર પોતાના બળથી જી નથી પણ વિષ્ણુ પરમાત્માના બળથી જ તે વિજય મેળવી શકો છે; વૃતિ યથાર્થ કહે છે કે “પ તે સાધુ વર્ષ અતિ .”=જેને એ ઉચ્ચ ભૂમિકાએ લઈ જવા માગે છે તેની પાસે એ સારું કર્મ કરાવે છે અર્પીત કે સર્વ શુભ વાસના અને તજન્ય કર્મ કુરાવનાર પ્રભુ પોતે જ છે.