________________
પ્રેમઘટા
૨૮૫
એ જ ભાવથી થોડા દિવસ ઉપર આપણું હૃદયે અન્તમાંથી ઊછળી ભાગ્યે હતું કે–ત્રકના કુલ્હાવું સારી ” આજ તે દિવસના હદયતરંગ તરફ પાછી દષ્ટિ ફેરવીને જોઈએ છીએ તે હદયતરંગ પણ પરમાત્માના સ્વરૂપને યથાર્થ રીતે ગ્રહવા અપયu–ઓછા પડતા લાગે છે.
શું આપણું હદય પરમાત્માને પ્રેમથી વળગે, સમસ્ત જીંદગીભર એને ઝુલાવું એમ ઇચ્છયા કરે, એટલામાં જ એ હૃદયની કૃતાર્થતા? જેઓ ધાર્મિક વૃત્તિને મનુષ્યની ફક્ત અનિવાર્ય વૃત્તિ સમજે છે અર્થાત એ વૃત્તિ સત્યને ગ્રહતી નથી પણ અન્ધવત શન્ય પ્રતિ અનિવાર્ય રીતે ઘસે જાય છે એમ માને છે, તેઓને તે પૂર્વોક્ત ઇચ્છાના અસ્તિત્વમાં જ કદાચ પૂર્ણ સવ થાય. તેમ જ, જેઓ ધાર્મિક વૃત્તિને કઈક નિર્ગુણ પદાર્થને વિષય કરતી અને એને હળામાં અબેલા પદાર્થની માફક ઝુલાવવાની ઈચ્છામાં સમાપ્ત થતી ગણે છે, તેઓ પણ એ વૃત્તિને–કાંઠા ઉપર સમુદ્રનુ મેજું પથરાય તેમ–પરમાત્મા ઉપર પથરાતી કલ્પ. પણ પરમાત્મા છે એમ જેને નિશ્ચય છે–અને એમ જેને નિશ્ચય છે તેવાને લક્ષીને જ આ વ્યાખ્યાન છે–તેવાના હૃદયમાં તે શૂન્ય ભક્તિને અવકાશ છે જ નહિ તેમ જ વળી પરમાત્માને એવો જડ વિષય જેવો પણ કેમ મનાય કે જેથી આપણું હદયને ભાવ એના ઉપર રેડ્યાં કરીએ અને છતાં એ એના નિર્ગુણત્વ અને અકર્તવમાં રહી આપણા પ્રેમને જવાબ ન વાળે ? શંકરાચાર્ય યથાર્થ માને છે કે નિર્ગુણની ભક્તિ સંભવતી નથી. નિર્ગુણ સગુણ થઈ ભકતને પોષે છેઃ આવી “પુષ્ટિ” અનુભવ કરતાં એક ભક્તજન એના બધુઓને સંબધી કહે છે કે “સાત જે પ્રેમઘા શુ સારૂં”. ભકતજનને અનુભવ થાય છે કે પરમાત્મા છે, વિશ્વની પાર કઈક સ્થળે છે એમ નહિ, પણ પિતા પ્રતિ એની “પ્રેમઘટા” ઝુકી આવે છે. આ અનુભવની કાંઈક ઝાંખી લેવા માટે–એકાદ મેદાનમાં ઉભા રહેલા અને આકાશમાં અભુત દેખાવ વિસ્તારતી ઘનઘટ નીરખતા તમને પિતાને કલ્પ. આપણું ઐહિક જીવન એક મભૂમિનું રણ છે—જ્યાં સુધી એમાં પરમાત્મપ્રેમની ઘનઘટાનું જળ સીચાયું નથી ત્યાં સુધી; એ જળ સીચાતા, એ જ ભૂમિ અલૌકિક વસ્ત્ર ધારણ કરે છે અને મનુષ્ય જીવનનું “અન” પૂરું પાડે છે. આપણી વિવિધ ધર્મ સંસ્થાઓયજ્ઞ, દાન, વ્રત, અર્ચન, ઉત્સવ, વર્ણાશ્રમના ધર્મ એ સર્વ–આ પરમાત્મરસથી સીચાઈ આપણું વ્યષ્ટિ અને સમષ્ટિની
સંસ્કૃતમાં મેઘના સમૂહને ઘટા” કહે છે.