________________
૨૮૪
પ્રેમધટા
નઃ સ્મરણ કરાવતા આનન્યને વ્યાપી શકાય તે પ્રભુને ભાગે
૧૧
પ્રેમઘટા “સત્ત જેરે, મઘરા કુવા
(વ્યાખ્યાન) એક અંગ્રેજ કવિ કહે છે કે – “Our little systems have their day They have their day and cease to be: They are but bioken lights of thee And thou, my Lord, art more than they."
આ પંક્તિઓ સુપ્રસિદ્ધ છે, અને પૂર્વે વસન્ત કે સુદર્શનમાં એક બે સ્થળે ઢંકાઈ પણ ચૂકી હશે–પણુ પરમાત્માના સ્વરૂપનો વિચાર કરવામાં એ એવું યથાર્થ દૃષ્ટિબિન્દુ આપે છે, તથા જગતને ધાર્મિક ઇતિહાસ એની દેશિક અને કાલિક વિશાલતામાં સમજવાનું છે એવું સારું સૂત્ર છે, કે એનું પુનઃ સ્મરણ કરાવવામાં બાધ નથી. એનુ તાત્પર્ય એમ છે કે મનુષ્યના અલ્પ વિચારે પરમાત્માના આનન્યને વ્યાપી શકતા નથી. પિતપતાને સમય ભેગવી, આખરે એ વિચારે વાશ પામે છે; એ વિચારે તે પ્રભુને ભાગ્યતૂટ્ય પ્રકાશ માત્ર છે; અને પ્રભુ પોતે એ સર્વ કરતાં અધિક છે. ટૂંકામાં કહેવાનું કે, મનુષ્યબુદ્ધિ પરમાત્માને પાર પામી શકતી નથી. પણ હવે પ્રશ્ન એ થાય છે કે જે કાર્ય કરવા મનુષ્ય બુદ્ધિ અસમર્થ છે, તે કરવાનું બીજુ કેઈ સાધન છે?
મનુષ્ય હૃદય એ કરી શકે એમ ઘણીવાર કહેવામાં આવે છે. જે પ્રભુ શ્રવણુ મનન અને નિદિધ્યાસનમાં કાલક્ષેપ કરનારા મુનિઓને ન મળ્યા તે પ્રેમથી ધસતી વ્રજની ગોપીઓને મળ્યા, એમ ભકિતગ્રન્થો કહે છે, અને * ઉપરની અનુભવભરી વાણીનું સમગ્ર રહસ્ય હું વ્યાખ્યાન રૂપે વાચકને આપી શકીશ એમ માનવાનું હું જરા પણ ધાર્યા કરતો નથી. એ “પ્રેમઘટા” પ્રેમી હૃદય જ અનુભવી શકે છે. અને કોઈ પણ હદયને વ્યાખ્યાનથી પ્રેમ કરી શકાય એ સંભવતું નથી. તથાપિ આ ઉપક્રમ કરવાનું મુખ્ય પ્રયોજન એટલું જ છે કે–આ મથાળાની પંક્તિ વાંચી તથા એનો મધુર આલાપ હૃદયમાં ભરી, એકાદ કઈકે વાચક પણ પરમાત્મદષ્ટિ પામશે એમ આ લેખકને આશા છે. અને એ દષ્ટિ વધારે વિશદ-ચેખી કરવાના સાધન રૂપે આ ટૂંકું વ્યાખ્યાન યોજેલું છે.