________________
હડાળે
૨૮૧
હીંડળે “ત્રનના સુજાવું સા રેન” આ સંસાર રજનીરૂપ છે. આ સત્ય સહજ અનુભવમાં બેસતું હોય તે ઉત્તમ; નહિ તે આપણે જગતના મહાન આત્માઓના અનુભવની સાખ શ્રદ્ધાથી માની લેવી જોઈએ. પશ્ચિમમાં ઑટોથી માંડીને, અને આપણે ત્યાં વેદના મહર્ષિઓથી માંડીને–સર્વે ઊંડા અને ગાઢ અનુભવીઓએ આ જ વાત કહી છે; અને જે સામાન્ય બુદ્ધિ એ વાત કબૂલ રાખવા ના પાડતી હોય તે એના નિષેધને બાજુ પર મૂક–કારણ કે, આ મહાપ્રશ્ન પરત્વે પાકૃત ભતિ અનુભવહીન છે અને તેથી એના મતની કાંઈ જ કિંમત નથી. સામાન્ય બુદ્ધિનું–પ્રાકૃત મતિનું–જીવન તે કેવળ એન્દ્રિયક જીવન છે, અને એન્દ્રિયક જીવન એ મનુષ્યનું ખરું જીવન જ નથી. ખરું જીવન આત્માનું છે. અને આત્મા જ્યારે દીપી ઉઠે છે, ત્યારે ઇન્દ્રિયો પણ એના તેજથી સળગી ઉઠી, એ તેજના સ્કુલિંગ રૂપ થઈ આસપાસ વિસ્તરી રહેલા શ્યામ અન્ધારાને અનુભવગોચર કરે છે. વિના તેજે– નેત્રમાં પણ તેજ ન હોય તે–અંધારાનું અસ્તિત્વ સિદ્ધ થવું અશક્ય છે. એ જ પ્રમાણે, આત્માના કિરણ વિના આ સંસાર રજનીનું અંધારું છે એટલું પણ સમજાવું અશક્ય છે. માટે જ કહેવાનું કે આ વસ્તુમાં અન્ય પ્રાકૃત મતિને ન અનુસરતાં, પ્રદીપ્ત આત્મતિઓને અનુભવ પ્રમાણુ માને. આ અનુભવ-જે દરેક ખરા જિજ્ઞાસુને આછે કે ગાઢે કોઈક કોઈક વખત થયા વિના રહેતું નથી,-એ પરમાત્માની પહેલી ઝાંખી છે. વેદાનીઓને જ્યારે માયાનું અસ્તિત્વ સિદ્ધ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે તેઓ “ દમ” “હું જાણતો નથી”—એ અનુભવની સાખ્ય બતાવે છે, અને એ અનુભવ તે માત્ર જ્ઞાનને અભાવ નથી, પણ ભાવાત્મક અજ્ઞાન છે એમ ઉમેરે છે. તેઓના ઉત્તરનું આ જ ઊડું તાત્પર્ય છે જેઓને આ સંસાર સ્પષ્ટ રજનીરૂપ સમજાય છે તેઓ જ આ તાત્પર્ય યથાર્થ રહી શકે છે.
હવે આ તવદર્શનના ક્રમમાં એક ભૂમિકા આગળ ચઢીએ. સંસાર રજનીરૂપ તે ખરે, પણ તે શું ઘોર અંધારી રજની? જ્યાં સુધી સાંખ્ય દષ્ટિ છે ત્યાં સુધી તે, ઘર અન્ધકાર અને એ અન્ધકારમાં ઊડી રહેલા