________________
માનવતત્તમઃ”
૨૧૯
-
Tv
"
ન રાખતાં, અમુક સ્વરૂપે એ ઇષ્ટ છે અને અમુક સ્વરૂપે એ અનિષ્ટ છે એમ અંતરગત તાવિક નિયમનું પ્રતિપાદન કરે છે. વળી અન્ને સમજવાની એક બીજી બાબત એ છે કે હૃદયના અનિષ્ટ ભાવોમાં ભગવત-સાક્ષાત્કારનું માત્ર આરે પણ કરવાથી એ ઈષ્ટ બને છે એમ વેદાન્તનું માનવું નથીઃ અથત ઉક્ત સાક્ષાત્કારની બુદ્ધિ રાખી ગમે તે પાપ કરવામાં આવે તે અપાપ થઈ જાય છે એમ નથી. પરમાત્મા સત્યસ્વરૂપ હોવાથી આવું અસત્ય આરોપણ ભગવત –સાક્ષાસ્વરૂપ હોઈ શકતું જ નથી. પણ તિરસ્કાર જે સ્થૂલદષ્ટયા હમેશાં મલિન ભાવ ભાસે છે તેમાં યોગ્યતાદિ કારણને લઈ જ્યારે અવશ્યકર્તવ્યતા સમજાય છે, ત્યારે જ એમાં ભગવત–સાક્ષાત્કારને પ્રસંગ આવે છે; અને એ પ્રસંગે એમાં સદોષતા નથી. આ રીતે વિચારી જોતાં સમજાશે
કે વેદાનતમતમાં તિરસ્કારાદિ વૃત્તિને અવકાશ છે અને નથી–ભગવદર્શનરૂપે ' છે, તિરસ્કારરૂપે નથી.
૩ આપણે અનેકવાર જોઈ ગયા છીએ કે જીવ સર્વ જીવરૂપે એક છે એમ વેદાન્તનુ કદાપિ કહેવું નથી, કિન્તુ સર્વ જીવની પરમાત્મામાં એકતા છે એટલું જ કહેવું છે. તથાપિ એ વાતનું વિસ્મરણ કરી અદ્વૈતસિદ્ધાન્તને ગમે તેમ કલ્પી એના ઉપર આક્ષેપ કરવામાં આવે છે. અમારૂ એમ કહેવું નથી કે એ આક્ષેપ કરનારાઓને વેદાન્તનુ આ રહસ્ય અજ્ઞાત છે; અજ્ઞાત નહિ જ હેય, અને ન જ હોવું જોઈએ. પણ એ આક્ષેપની તર્કપદ્ધતિમાં તે ઉપર બતાવેલાં બે વિચારનાં સ્વરૂપ વચ્ચે વિવેક થતું નથી જ. આવો એક આક્ષેપ હમણાં–ગયા “જ્ઞાનસુધા' પત્રના અંકમાં– કર્તવ્યબુદ્ધિ” એ નામના લેખમાં જોવામાં આવ્યો છે. ત્યાં એક લેખક લખે છે કે –
સ્વ અને પર–પોતે અને બીજા–એ જુદા હોય ત્યારે જ પારકા અર્થે સ્વાર્થત્યાગને સંભવ રહે છે. સ્વ અને પરના અભેદજ્ઞાનમાં–સ્વ અને પરને એક અભિન્ન માનવામાં–સ્વાર્થત્યાગ છે એ મત ભ્રમિત છે. પારકાને પિતાના સરખા ગણવા, પારકાને પિતાના સરખા સુખ તથા માનને પાત્ર માનવા, અને તે માટે તેમને સારુ સ્વાર્થને ત્યાગ કરવો એ કર્તવ્ય છે પણ એ અભેદ નથી. પર–પાર–છે જ નહિ, સ્વ જે છે તે સિવાય બીજુ કંઈ છે જ નહિં, એ અભેદ હોય છે ત્યાગ સંભવે જ નહિ. કેણ શાને ત્યાગ કરે ? કેણ કેને માટે ત્યાગ કરે ? ભેદ હોય તો જ ત્યાગ હૈય, તો જ ત્યાગની કિસ્મત હોય. પિતાનું જે હોય, પિતાને જે સુખકર હોય તે બીજા માટે મૂકી દેવું, એટલે પિતાનું સુખ ઓછુ કરી બીજાના સુખની વિધિ
ET