________________
મુક્તિનાં સાધન
૨૪૭
ચરણુ સેવવા બેસતા નથી, પણ અભિમાનથી મસ્તક આગળ અક્કડ થઈ બેસે છે, અને છેવટે જ્યારે મદદની માગણીના ઉત્તરમાં પ્રભુ એને કહે છે કે “ કહે તેા હું તારી તરફ રહું, અને કહે તેા આ સેના તને લઢવા આપું: પણ એટલી શરત કે હું જેની તરફ રહું તેની તરફથી શસ્ત્ર હાથમાં ઝાલીશ નહિ. ” ત્યારે એ મૂર્ખ અભિમાની જીવ પ્રભુને બદલે સેના પસંદ કરે છે! વસ્તુતઃ આ સંસારના યુદ્ધક્ષેત્રમાં પ્રભુ શસ્ત્ર લઈ ને લટતા નથી, પણ જે પક્ષ તરફ એ રહે છે તે જ પક્ષ વિજયી થાય છે. વીર્ય ઉદ્યોગ આદિ પ્રભુની જ સેના છે, પણ જે ઘડીએ એમાંથી પ્રભુનું પવિત્ર તત્ત્વ છૂટું પડે છે તે ઘડીએ એ આ જગત્તા યુદ્ધક્ષેત્રમાં વિજય મેળવવા માટે તદ્દન નિરર્થક નીવડે છે. દુર્યોધનની માફક ક્ષણિક ફત્તેહમન્દીથી કદી રાચવું નહિઃ છેવટે might is not right પ્રભુ બળવાનને નથી, ન્યાયવાનના છે—એ જ સાબીત થાય છે. અને એ સિદ્ધાન્ત જ દુૌંધનના દૃષ્ટાન્તમાં પ્રત્યક્ષ થાય છે.
એના અન્તમાં રહેલે જીવપણું, એ ‘ મૃત્યુ'
.
આ પ્રમાણે ટૂંકામાં, સંસારનું મેાહક સ્વરૂપ, · મૃત્યુ 'રૂપી મહાભય, ‘ મૃત્યુ ' ને અર્થ-જીવનું માંથી મુક્ત થવા માટેનાં સાધના—પ્રભુનું સ્મરણ, એના પ્રત્યે પ્રેમ અને પ્રપત્તિ, એની સ્તુતિ અને નૈવેદ્ય, નીતિ અને નમ્રતા——ઋત્યાદિ વિષયે અવકાશાનુસાર આપણે ચર્ચ્યા.
[ વસન્ત, વૈશાખ સંવત્ ૧૯૬૯ ]