________________
૨૫૬
ચાંદલિયો નિ સાધ્ય પ્રયત્ન છે, એને તે એટલું જ કહેવું બસ છે કે એ રીતે તે કઈ પણ વિષયમાં સાયન્સના વિષયમાં પણ ખુલાસાની શોધ બ્રાન્તિભૂલક છે. જે બ્રહ્મવિદ્યા અશક્ય છે, તો ભૌતિક શાસ્ત્રો પણ એટલાં જ અશક્ય છે. અને આ રીતે જે શાસ્ત્ર માત્ર અશય ઠરાવવામાં આવે તો એને અર્થ તે એટલે જ કે વિના કારણે બુદ્ધિરૂપી દીવાને જ હેલવી નાંખી સર્વત્ર અંધારું છે અને કોઈ પણ પદાર્થ છે જ નહિ એમ કહેવું ! આવો પ્રયત્ન બુદ્ધિને માટે આત્મઘાતી છે.
બીજે નિરીશ્વરવાદી કહે છે કે જગતના તે તે પદાર્થમાં તે કાર્યકારણભાવ છે, અને તેથી એક કાર્યને એના કારણદ્વારા ખુલાસે આપ એ ખોટું નથી, પણ સમસ્ત જગતનું એની પહેલાં આદિ કારણ માનવું એ તે અનવસ્થા ઉપજાવનાર પગલું છે; વળી કાર્યકારણુભાવ જગતમાં જ અનુભવાય છે, માટે જગતમાં જ એ પૂરાઈ રહે જોઈએ. આ શંકા યોગ્ય છે, અને જેઓ ઈશ્વરે જગતને અમુક કાળે ઉત્પન્ન કર્યું એમ માને છે તેમના સિદ્ધાન્તને બાધકારક છે. પણ જેઓ એને અધિકાન–કારણરૂપ સ્વીકારે છે તેમના મતને આ દલીલ સ્પર્શી શકતી નથી. વેદાન્તનું બ્રહ્મ એ કાર્યકારણ રૂપી સાંકળને પહેલો અંકેડે નથી, પણ એ સાંકળને અસ્તિત્વ અર્પના, એના ઉપાદાનરૂપે રહેલું એવું, સુવર્ણ છે.
ત્રીજે નિરીશ્વરવાદી કહે છે કે જડ પ્રકૃતિના સ્વીકારથી જ સમસ્ત જગતને ખુલાસે થઈ શકે છે. પણ આ સિદ્ધાન્તને સૂક્ષ્મતાથી તપાસતાં જણાય છે કે જેમ જાદૂગર સોનાની મહોર ચાલાકીથી તમારા ખીસામાં નાખી દઈ ત્યાંથી કાઢી આપ્યાને ડોળ કરે છે તેમ આ નિરીશ્વરવાદી જડપ્રકૃતિમાં વિશ્વચેતન્ય કલ્પી લઈ એમાંથી જ પાછું કાઢી બતાવે છે ! વસ્તુતઃ–જડમાં દશક્તિ નથી, અને તેથી દફશક્તિને વેગ્ય જે વિશ્વવ્યવસ્થા તે સ્વતઃ કરવા એ અસમર્થ છે. વિશ્વ એ ગમે તે રીતે ગમે તે માર્ગ પ્રવર્યું જાય છે એમ નથી, પણ એને ઉદ્દેશ—એનું ગન્તવ્યસ્થાન–એની આગળ ચળકી રહ્યું છે, અને એ ઉદેશને અનુકુલ ભાગે વિશ્વની પ્રવૃત્તિ ચાલે છે. આ ઉદ્દેશની અમુકતા ચેતનનું અસ્તિત્વ સિદ્ધ કરે છે.ડાર્વિન વગેરે “ઇવોલ્યુશનવાદીઓ પણ “Adaptation અને “Natural Selection” આદિના નિયમો દ્વારા જગતની વ્યવસ્થાને ખુલાસે કરવામાં પણ વસ્તુતઃ ચેતનશક્તિના સ્વીકારની જ પરિભાષા વાપરે છે. પ્રત્યેક પદાર્થ પિતતાને અનુકૂલ પરિસ્થિતિ પ્રાપ્ત કરે છે, એને યોગ્ય પિતે થાય છે, અનેકમાંથી એક પસંદ કરી લે છે, ઈત્યાદિ ભાવ ચેતનની પ્રવૃત્તિની સાથે જ બધબેસતા છે. વર્તમાન જડશાસ્ત્ર ચેતનશક્તિને નિધિ