________________
૬૮
“દેવાસુર-સંગ્રામ” - આવી પડીએ છીએ ત્યારે આપણી મલિન વાસનાઓ આપણને કર્તવ્યને છાંડી સુખ સાધવા તરફ દોરે છે, અને કર્તવ્ય પિતાનું સ્વરૂપ આપણી આગળ પ્રક્ટ કરી તથા પિતાને હક નિવેદન કરી ઊભું રહે છે; પૂર્વનાં શુભ કર્મોથી વા પરમાત્માની કૃપાથી ઉત્પન્ન થએલી શુભ વાસના પિતાનું બળ મલિન વાસના હામે અજમાવે છે. આ શુભાશુભ––દૈવી અને આસુરીસંપત નું યુદ્ધ થાય છે, તે આપણે તટસ્થ રહીને જયાં જ કરવાનું છે એમ નથી. બેમાંથી એક તરફ થયા વિના આપણો છૂટકે નથી, અને એમાંથી કયી તરફ આપણે થઈએ છીએ એમાં આપણું સારાનરસાપણું, વેદાન્તની પરિભાષામાં આપણે “આત્મ-અનાત્મભાવ, આપણું શ્રેય”—રહેલું છે. યોગવાસિકમાં, જ્યારે રામે વસિષમુનિને કહ્યું કે –
" प्राक्तनं वासनानालं नियोजयति मां यथा । मुने तथैव तिष्ठामि कृपणः किं करोम्यहम् ॥"
“હે મુને ! પૂર્વ જન્મની વાસનાજાળ (ધમધર્મ-સંસ્કાર) અને જેમ પ્રેરે છે તેમ હું ઉભો રહું છું. હું કૃપણબિચારે શું કરું?”
ત્યારે વસિષ્ઠ ઉત્તર આપ્યો કે –
स्वप्रयत्नोपनीतेन पौरुषेणैव नान्यथा ॥"
ભાટે–પૂર્વ જન્મની વાસનાજાળથી તુ બદ્ધ છે અને એનો પ્રેર્યો પ્રેરાય છે માટે જ—એ જાળને છેદી શાશ્વત શ્રેય પામવા સારૂ સ્વપ્રયત્ન થકી પ્રાપ્ત કરેલા પૌરુપની જરૂર છે. એ વિના શ્રેય પ્રાપ્ત કરાતું નથી.” પછી વસિય મુનિ સવિસ્તર ઉપદેશ કરે છે કે –
“ ત્રિવિધ વાસનાગૂ સુમવાસુમ તે | प्राक्तनो विद्यते राम द्वयोरेकतरोऽथवा ॥ वासनौवेन शुद्धन तत्र चेदपनीयसे । तत्क्रमेणाशु तेनैव पदं प्राप्स्यसि शाश्वतम् ॥ अथ चेदशुभो भावस्त्वां योजयति सङ्कटे । प्राक्तनस्तदसौ यत्नाजेतव्यो भवता स्वयम् ॥ शुभाशुभाभ्यां मार्गाभ्यां वहन्ती वासनासरित् । पौरुषेण प्रयत्नेन योजनीया शुभे पथि ॥" ભાવાર્થ–પૂર્વ જન્મને વાસનાબૂહ બે પ્રકારને હેાય છેઃ શુભ અને અશુભ. શુભ વાસનાપ્રવાહથી ખેંચાવામાં બાધ નથી. એ વડે ક્રમે કરી