________________
દેવાસુર-સંગ્રામ”
૨૬૭
છે. અર્થાત, ભલે કદાચિત પાપ થઈ જાઓ, એથી મને શું?” એમ ધારી પાપની હામે ન થતાં પાપની ઉપેક્ષા કરવામાં, પાપને વિજ્ય થતું હોય તે તેમાં પણ ઈષ્ટાપત્તિ માનવામાં, વેદાન્તસિદ્ધાન્તનું અનુસરણ થયુ માને છે. પણ વસ્તુતઃ એવો વેદાન્તસિદ્ધાન્ત જ નથી એમ સમજાવવાને વિશ્વગુરુ શ્રી કૃષ્ણ ભગવાનને આશય છે. કરવો ભલે જીતો –અર્થાત પાપ ભલે વિજયી થાઓ-એમ શાન્તિ માટે અતિ ઉત્સુક જનેની વૃત્તિ થાય; પણ પાપ ઉપર જય મેળવવો એ જ ખરૂ કર્તવ્ય છે, અને એમાં દેખાતી પ્રવૃત્તિ ખરું જોતાં વેદાન્તની શાન્તિને બાધક નથી એમ ગીતાને ઉપદેશ છે. અત્રે ધ્યાનમાં રાખવાનું છે કે ફલાભિસન્ધિરહિત ગમે તે પ્રવૃત્તિ થાઓ એમ ગીતાનું કહેવું નથી; ગીતાનું કહેવું એવું છે કે પરમાત્માની આજ્ઞારૂપી શાસ્ત્રને અનુસરવામાં, અને પાપપક્ષ કે જેને પરમાત્માએ વસ્તુતઃ પહેલેથી જ હણ મૂક છે એના વિનાશના “નિમિત્ત માત્ર’ થવામાં, આભા કલુષિત થત નથી; એટલું જ નહિ પણ એની ઈચ્છા જે હમેશાં પાપના વિનાશ માટે જાગ્રત હોય છે, તેને અનુસરવામાં સગાં સબન્ધીને પણ વિચાર કરવાનો નથીઃ પણ સર્વમા માત્ર શર્ત એટલી જ છે કે “મહું પાપ હામે યુદ્ધ કરી જય મેળવ્યો” એવું કર્તવાભિમાન હોવું ન જોઈએ, અને એ જયજન્ય જે ફળ તે બને છે એ ફલાભિસબ્ધિ હોવો ન જોઈએ. ઉલટું તેને બદલે, ઉપર સૂચવ્યું તેમ, “પાપને વિનાશ જે પરમાત્માએ આરંભથી જ નિમ મૂકે છે તેની સિદ્ધિમાં હું તો નિમિત્ત માત્ર છુ એમ જ પાપ ઉપર વિજય મેળવનારે ધારવું જોઈએ; તથા એ ખરું જોતા મેં મેળવ્યો નથી, પણ પરમાત્માએ જ મેળવ્યો છે, તે પછી એના ફળ ઉપર મારો હક પણ શો?” અર્થાત ફલાભિસન્ધિ પણ અયોગ્ય છે એમ એની સમજણ થવી જોઈએ. આ રીતે પાપ હામે યુદ્ધ કરી મેળવેલી શક્તિ એ જ ખરી
વેદાન્તની શાનિત છે. આ યુદ્ધ કેવી રીતે ઉદ્ભવે છે એ જોઈએ; આપણે બુદ્ધિપુરઃસર જે જે કૃ કરીએ છીએ તે કરવામાં આપણું આગળ બે માર્ગ ઉપસ્થિત હોય છે એક દિ ને અને એક “'ને–અર્થાત એક કર્તવ્યને અને એક સુખને. સુખ અને કર્તવ્ય એ બે ભિન્ન પદાર્થ છે. સુખ એ કર્તવ્ય હાઈ શકે, કર્તવ્ય એ સુખ હોઈ શકે પણ સઘળાં સુખ એ કર્તવ્ય નથી, અને સઘળાં કર્તવ્ય એ સુખ નથી; જો કે વસ્તુ તે કર્તવ્ય એ જ ખરું સુખ છે. વરતુગતિ એવી છે કે આપણે જ્યારે જ્યારે કર્તવ્ય અને સુખની વચ્ચે