________________
ચાર ગુરુઓ
૨૭
શ્રીમદ્ભાગવતમાં દત્તાત્રેય મહારાજની કથા છે–એમાં શ્રી દત્તાત્રેયે પૃથ્વી, પર્વત, સમુદ્ર ભ્રમર આદિ ચોવીસ વસ્તુઓને ગુરુ કર્યાની વાત છે. આપણું શાસ્ત્રોમાં છેક વેદના સમયથી, વિશ્વના વિવિધ પદાર્થોને અને આખા વિશ્વને ગુરુ કરી એમાંથી બેધ પ્રાપ્ત કરવાને સંપ્રદાય છે; અને જ્યાં સુધી પ્રાકૃત મનુષ્યને ગુરુસ્થાને સ્થાપી એની વિચારશંખલામાં શિષ્યોને આત્મા બધાતો નહોતો ત્યાં સુધી હિંદુસ્થાનની બુદિ પૂર્ણ જાહોજલાલીમાં હતી. શ્રીમત શંકરાચાર્યું જ્યારે સંન્યાસ દીક્ષા લીધી, ત્યારે એમના ગુરુએ એમને, એક અજવાળી રાત્રિએ નર્મદા કિનારે બેસી, આસપાસના ભવ્ય અને સુન્દર પદાર્થોમાંથી ઉત્તમ બોધ તારવી આપ્યો હતો. આ પ્રાચીન પદ્ધતિને અનુસરી ઉપરના અંગ્રેજી કાવ્યમાં બતાવે ઉપદેશ આપણે ગ્રહણ કરીશું.
એક બાલક એની માતાને પૂછે છે કે “મા, પેલું શું છે?” “મા, પેલું શું છે?”....એના ઉત્તરમાં માતા કહે છે કે આ ચંળ પક્ષી છે.”
આ કપત પક્ષી છે,' “આ ગરુડ છે,’ આ રાજહંસ છે : અને એ ચારેમાંથી જે જે બેધ લેવાના છે એ બહુ મધુર અને ગંભીર રીતે બતાવે છે. ખરેખર, મનુષ્યમાં જે ચડોળ પક્ષીની ઉચ્ચ–પરમાત્માભિમુખ–-અભિલાવા આવે, કપિત પક્ષીને દઢ એકનિક પ્રેમ આવે, ગરુડના જેવો અનેક તેકાનમાં થઈ પસાર થવાને કર્તવ્ય-આગ્રહ આવે, અને રાજહંસ જેવી મૃત્યુ સમયે શ્વેત શાન્ત અને ગંભીર શાન્તિ આવે–તે એનું જીવન કેવું પૂર્ણ થાય "
ચંડોળપક્ષી, પ્રાતઃકાળે, સૂર્યનાં કિરણ પૃથ્વીને રંગવા માંડે છે તે સમયે વા તેથી પણ કાંઈકે પહેલાં, એના માળામાંથી નીકળી પરોઢની ઝાકળથી છવાએલુ, આકાશ તરફ ઊડે છે–અને આનન્દપૂર્વક પરમાત્માના મહિમાનું ગાન કરે છે. શું મનુષ્ય ઉપર એ ફરજ નથી? “ફરજ શા માટે? મનુષ્યને ખરે, સ્વાભાવિક, ઉત્તમોત્તમ આનન્દ–એના આત્માનું ગાન–તે પરમાત્માભિમુખ થઈ વિશ્વની ભૂમિકામાં પ્રકટ થતાં એનાં નામદાર એનો મહિમા ગાવે એ જ છે. જે મનુષ્યને એ વિશાલ સત્ત્વ ચેતન્ય અને આનન્દનું ભાન નથી, એનું જીવન કેવું ખડિત, નિર્જીવ, નીરસ છે શ્રુતિ કહે છે કે “સવ સમિતિ ૩રતિ વેત”—જે બ્રહ્મ નથી એમ જાણે છે એ પોતે જ નથી થાય છે. યથાર્થ કહે છે. જે મનુષ્ય પિતા કરતાં અધિક સર્વ-શકિત સ્વીકારતા નથી; એ પોતાના અનુભવની વિરુદ્ધ જાય છે, અહંરૂપી હાની કુલડીમાં અખંડ બ્રહ્માંડનો સમાવેશ કરવા યત્ન કરે છે; અરે! એ પોતે પિતાના જ નિધિ કરે છે, કારણ કે વિશાલ