________________
દેવાસુર-સંગ્રામ”
૨૬૯
શીધ્ર શાશ્વત પદ પ્રાપ્ત થાય છે. જે અશુભ વાસના ખેંચતી હોય તે યત્નપૂર્વક એ ઉપર જય મેળવ, અને એ વાસનાની સરિતાને શુભ માર્ગે વાળવી.
આ શુભ અને અશુભ વાસનાઓ જડ શકિતઓ તરીકે મહામહામી ઊભી રહીને બેમાં જે અધિક તે જીતે છે અને ન્યૂન એ હારે છે, અને આત્માને એમાં કાંઈજ લેવા દેવા નથી, એમ નથી; બંને પોતપિતાનું સામર્થ્ય લઈ આત્મા આગળ ઉપસ્થિત થાય છે, અને આત્મા એમના જ્યપરાજયમાં નિમિત્ત થઈ સારે ખોટે થાય છે. જેમ જેમ શુભ વાસના નવાં નવાં કર્તવ્ય કર્મો કરવાથી પુષ્ટ થતી જાય છે તેમ તેમ એને જય વધારે હેલે થાય છે, અને આખરે પૂર્ણ સંત પુરુષમાં એની શક્તિ એટલી બધી વધેલી હોય છે કે એનામાં અશુભ વાસનાના જ્યને પ્રસંગ સરખો પણ રહેતું નથી. એને આત્મા શુભ વાસનાથી જ ભરપૂર હોઈ એમાં પૂર્ણ શાન્તિ વ્યાપી રહે છે, અને તેથી આપણે જે “યુદ્ધ” કહ્યું તે એનામાં જરા પણ ઉત્પન્ન થતું નથી. જે સાધારણ સારા મનુષ્યમાં વિવેક-વિચારનું પરિણામ હોય છે એ જ પૂર્ણ સંત–દશામાં સ્વભાવસિદ્ધ થાય છે. કહ્યું છે કે –
" विधास्थितये प्राग्ये साधनभूताः प्रयत्ननिष्पाद्याः लक्षणभूतास्तु पुनः स्वाभावतस्ते स्थिताः स्थितप्रज्ञे ॥"
અર્થાત, પૂર્વે જે જ્ઞાનના સાધનભૂત ગુણે પ્રયત્ન કરી ઉત્પન્ન કરાય છે તે જ સ્થિતપ્રજ્ઞમાં લક્ષણ રૂ૫ થઈ સ્વભાવતઃ રહે છે.
પણ આ દશા પ્રાપ્ત કરતાં પહેલાં, અસંખ્ય “રણે લઢવાનાં છે; અને તે ભેજે કહે છે તેમ ભક્તિને મોરચે–અર્થાત પરમાત્મા પ્રતિ નિરતિશય પ્રેમ ખાતર લઢવાનાં છે; તે પણ જેમ તેમ શિથિલતાથી નહિ, પણ રણસંગ્રામમાં “પદ રોપી” ને લઢવાનાં છે. એ રણમાં અસંખ્ય દુઃખ આવવાનાં, અને પ્રહારે સહન કરવાના, અમાપ રુધિરની રેલ ચાલવાની, પણ એથી શું? “મરની દૈવ કેપે ! એ તે સુખ દુઃખ આવ્યાં માનતો જ નથી; એની એ વીરને લેશ ભાર પણ દરકાર નથી. એ “રણ”થી વિમુખ થવું એ કાયર પણું છે, એમાં “આગમવું–ઝંપલાવવું—એ ભડ'નું કામ છે.
"In the world's broad field of battle, In the bivouac of life, Be not like dumb driven cattle, Be a liero in the strife.”
Longfellow સુદર્શન, ઈ. સ. ૧૯૦૧-જૂન