________________
૨૬૬
દેવાસુર-સંગ્રામ”
જ એ અજ્ઞાન–પાપ–ઉપર જય મેળવી શકે છે. જીવાત્મા ક્ષણવાર પાપ મહામે ઊભો રહે પણ જ્યાં સુધી એમાં છવભાવ–અહંભાવ–કાયમ છે, અને સર્વાત્મભાવ આવ્યો નથી, ત્યાં સુધી પાપને સંહારવા એ અશક્ત છે. અદ્વૈતભાવના એ જ એક એવો મન્ન છે કે જે વડે પાપવૃત્તિ ઉપર ખરેખર જય મેળવાય, અને એને મૂળમાંથી ઉચ્છિન્ન કરી શકાય. ટૂંકામાં ઈન્દ્રમાં વિષ્ણુ પ્રકટાવવા, પાપ હામે યુદ્ધમાં ઉતરનાર આત્મબળવાળા જીવમાં સર્વાત્મભાવ ઉપજાવો એ જ, “આસુરી સંપત’ ના વિનાશનું ખરું સાધન છે.
મહાભારતની કથા પણ આ યુદ્ધનું રૂપક છે. ધૃતરાષ્ટ્ર રૂપ અબ્ધ અજ્ઞાન આપણા આત્માનું “રાષ્ટ્ર (રાજ્ય) ધારી” (પકડી) બેઠેલો છે. પરંતુ એ એકલે કાંઈ પણ કરવા સમર્થ નથી. “દુર્યોધન' એ અજ્ઞાન-જન્ય પ્રબલ પાપાત્મક ભાવ છે, અને એ “આસુરી સંપત ' નો રાજા છે. જેમ એક પાસ “ભીમરૂપ અતુલબલવાળો આત્મા એને “સુયોધન” નામે સંબંધે એ ઉચિત છે, તેમ બીજી પાસ વિશ્વના અસંખ્ય જીવોને તે એની સાથે યુદ્ધ કરવું અતીવ કઠિન હોઈ એનું નામ “દુર્યોધન પડે એ પણ
ગ્ય જ છે. વળી અત્રે એ સમજવા જેવું છે કે કેવલ “દુર્યોધન રૂપ પાપ, એ યુધિષ્ઠિરરૂપ આત્માની સ્થિર ધર્મબુદ્ધિ, “અર્જુન રૂ૫ ઉજજવલ ગુણ, “ભીમરૂપ પ્રૌઢબલ અને સહદેવ–નકુલરૂપ કૌશલ્ય હામે ક્ષણવાર પણ ટકી શકવા અશક્ત છે. સામા યુદ્ધમાં ઉતરવા માટે એને મૂળ દેવી પ્રકૃતિવાળા પણ પિતાને ભૂલી બેઠેલા નિમકહલાલી વા અતિદયાથી દેરાએલા એવા કર્ણ-દ્રોણભમાદિકની જરૂર પડે છે. તાત્પર્ય કે પાપ પણ સવૃત્તિની મદદ લઈને જ પિતાનું શેડું ઘણું પણ કામ કરી શકે છે. આપણી આસપાસ તેમ જ આપણું અન્તર તરફ નજર ફેરવતાં જણાય છે કે અનેક દુરાચાર સદાચારને હાને વા સદાચારની સાથે ભળીને પ્રવર્તે છે. પણ આખરે કૃષ્ણ ભગવાન રૂપી પરમાત્માની સાહાસ્યથી શુભ વૃત્તિઓ અશુભ વૃત્તિઓ ઉપર જય મેળવે છે, અને આ રીતે મહાભારતનું યુદ્ધ સત્પક્ષના વિજયમાં પર્યવસાન પામે છે. આવાં આવાં અસંખ્ય રહસ્ય પાંડવ કૌરવના યુદ્ધ રૂપે આ મહાન ગ્રન્થમાંથી છુરી આવે છે.
શ્રીમદ્ભગવદિતાને પણ સ્પષ્ટ એ જ ઉપદેશ છે. અર્જુન રૂપી ઉજજવળ પણ અપૂર્ણ સમજણવાળે આત્મા યુદ્ધને પ્રસંગે ઉદાસીન થઈ બેસી રહેવું ગ્ય ધારે છે. વેદાન્તના અવિચારી પ્રતિપક્ષીઓ તથા કેટલાક સારા પણ ભ્રાન્ત વેદાન્તીઓ પણ આ રીતે જ ઉદાસીનતાને વેદાન્તસિદ્ધાન્ત સમજે