________________
ચાંદલિયે
૨૫૯
બુદ્ધિ અને હૃદય પરમાત્માનું અસ્તિત્વ માગી લે છે એ આપણે જોયું. કર્તવ્યભાવના પણ એની જ અપેક્ષા કરે છે એ હવે જોઈએ. કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ એ વિધિ ક્યાંથી આવ્યા?
એ વિધિ જનસમાજે કર્યો? આ જનસમાજ અમુક બાબતમાં વિષમગામી છે, અને એ કહે છે તે નહિ પણ મારું માનવું સત્ય છે” એમ આગ્રહપૂર્વક અનેક મહાન પુરૂએ કહ્યું છે, દુઃખ વેઠયાં છે, અને જનસમાજનો ઉદ્ધાર કરવા યત્ન કર્યો છે. એમની કર્તવ્યભાવના બતાવે છે કે વિધિનિષેધ જનસમાજમાંથી નહિ પણ બીજે જ કોઈ સ્થાનેથી આવે છે. વળી એ પણ જોવાનું છે કે વિધિનિષેધ જનસમાજમાંથી જ સિદ્ધ થતા હેય તે જનસમાજની ઉત્તરોત્તર વૃદ્ધિ જ ન સંભવે. જનસમાજમાં જે ચિતન્ય પ્રત્યક્ષ સિદ્ધ થએલું હોય છે એ કરતાં અધિક અને પરંતર ચૈતન્યશક્તિ છે કે જે એ જનસમાજની જરૂરીઆતો તૃપ્ત કરવા માટે અને ઉન્નત ભૂમિકાએ ચઢાવવા માટે એના અગ્રણે મહાપુના અંતમાં વિધિનિષેધ પ્રેરે છે. આ ચિતન્યશક્તિ તે જ પરમાત્મા.
આ કર્તવ્યભાવને પ્રકૃતિમાંથી આવે છે? પ્રકૃતિ તે સુખદુઃખના રાગદેવ ઉત્પન્ન કરી શકે, એ રાગદેવને અનાદર કરવાની આજ્ઞા પ્રકૃતિમાંથી મળતી નથી. કેટલીકવાર સુખને અનાદર કરવાનું એ આપણને કહે છે એમ લાગે છે, પણ જેશે તે એમાં પ્રયોજન એ એટલું જ બતાવે છે કે એ સુખ પરિણામે દુઃખરૂપ જ છે માટે; અર્થાત સુખદુઃખ કરતાં અન્ય દ્વન્દાતીત પરમ ઉદેશ દર્શાવવાની પ્રકૃતિમાં શક્તિ નથી; અને કર્તવ્યભાવના તે એ અતીત દશા પ્રાપ્ત કરવામાં જ રહેલી છે; માટે કર્તવ્યભાવના પ્રવૃતિજન્ય ન હોઈ શકે.
હજી એક કલ્પના સંભવે છે. એ વિધિ “મે' જ કર્યો એમ નહિ ? બે જ કર્યો હોય તે એ વિધિરૂપ કેમ અનુભવાય? ઇચ્છારૂપ અનુભવાવો જોઈએ ' વિધિનું વિધિત્વ એના અન્ય તરફથી વિહિત થવામાં, ઉતરી આવવામાં, સમાએલું છે. માટે સિદ્ધ છે કે આ વિધિ “મેં ઉત્પન્ન કરેલો નથી.
પરંતુ આ વિધિની વિલક્ષણતા જોતાં, જીવમાં એનાથી અત્યન્ત ભિન્ન એવો ઈશ્વર એ ભાવના ઉત્પન્ન કરે છે એમ પણ કહી શકાતું નથી. આ વિલક્ષણતા તે એ કે કર્તવ્યભાવના વિધિરૂપ છે, ઇચ્છારૂપ નથી, છતાં પણ
એ એક રાજાના હુકમ જેવો વિધિ નથી. એ વિધિ આચરવામાં આત્મા દબાણ અનુભવતા નથી પણ સ્વાતન્યને આનન્દ માને છે; “હવે જ હું મહારા ખરા તરવમાં આવ્ય” એમ અનુભવે છે–અર્થાત જીવથી પર