________________
૨૬૦.
ચાંદલિયે
અને જીવમાં એ કઈક પદાર્થ આ ભાવના પ્રેરે છે. એજ રીતે સમાજના ચાલતા નીતિનિયમો ઉપર મનન કરતાં એમાં પણ કેટલીક કર્તવ્યભાવના સિદ્ધ થએલી છે, તથા થવી બાકી રહે છે. પ્રકૃતિ પણ કર્તવ્યભાવના સિદ્ધ થવાનું
સ્થાન છે. એટલું જ નહિ પણ એમાંથી પણ એ સંબધે ઉપગી બેધ મળે છે. આ રીતે જેમાંથી એ ભાવનાને અવતાર છે એ તત્ત્વ સર્વથા જીવ સમાજ અને પ્રકૃતિથી ભિન્ન નથી, પણ તતરૂપ–સ્વતથી પર છતાં તરૂપ છે. આ વાત ઉપનિષદોમાં અનેક સ્થળે દર્શાવી છે.
આ પ્રમાણે મનુષ્ય આત્મા–એની બુદ્ધિ, એનું હૃદય, એની કર્તવ્યભાવના–સર્વેશે પરમાત્માની અપેક્ષા કરે છે, આપણું કાવ્યને શબ્દ વાપરી બેલીએ તે એને માટે એ ઉત્સુક બની રુવે છેએને પોતાને કરવા યત્ન કરે છે. પણ એને પિતાને કરી શકે છે ખરે?—એને ઉત્તર
ચાંદલિઓ આકાશે વહાલા કામ કરી લેવાય?” ન જ લેવાય. આગળ કવિ કહે છે –
“થાળીમાં જળ ભરિયું માંહિ, ચાંદલિયા દાખ્યો;
નરસેને સ્વામી શામળિયે, રડતો રાખ્યો.” ભાયામાં બ્રહ્મનું પ્રતિબિમ્બ પડી બ્રહ્મ સગુણ બને છે, ત્યારે જ એને મનુષ્ય ગ્રહી શકે છે, વિષય કરી શકે છે. પણ નિર્ગુણ અને સગુણ એવી બે ભિન્ન વસ્તુઓ નથી, એક જ વસ્તુનું બે રૂપે કથન છેઃ સ્વસ્વરૂપમાં, પરમાર્ચસ્વરૂપમાં, જે નિર્ગુણ છે તે જ આપણું જ્ઞાન ભક્તિ આદિના વિષયરૂપે સગુણ છે. એક જ વસ્તુનાં બે રૂપ છે એમ પણ નથી, કારણ એક અખંડ બ્રહ્મમાં બે રૂપ હોવાને સંભવ જ નથી. એક વસ્તુનું બે રૂપે કથન માત્ર છે. એમાં પણ સગુણ જ મુખ્ય કથનવિષય છે, નિર્ગુણ તે અધિકાન માત્ર હાઈ “નૈતિ નતિ આદિ વાકયો વડે ફક્ત લક્ષણાધારા કથાય છે. પણ આમ જે એ નિષેધમુખે જ સિદ્ધ હોય તો દૈતાપત્તિ થાય; કારણ કે એક સગુણ, અને બીજું સગુણ નહિ તે–અથાત નિર્ગુણ–એમ બે ઠરે. માટે અતિ “સચારા ગ્રા” “તમિર” “સાક્ષાત અપાત સ' ઇત્યાદિ વાકયો વડે એને ભાવસ્વરૂપે પ્રતિપાદન કરે છે, અને નિર્ગુણ એ જ સગુણ છે એમ વર્ણવે છે. આ રીતે “સર્વાધિક ” ઇત્યાદિ વાકાની “રામ પરમહvમચંદ” ઈત્યાદિની સાથે પૂર્ણ સંગતિ છે એટલું જ નહિ, પણ એક બીજા વિના હૅતાપતિ ઉત્પન્ન કરે છે.