________________
ચાંદલિયે
૨૫૫
એ પંક્તિ ભકત હદયની ભગવતપ્રાપ્તિ માટે તીવ્ર ઈચ્છા બેધે છે. યશોદા–ભાયા–ઠીક જ કહે છે –
“ચાંદલિયો આકાશે વહાલા, કયમ કરી લેવાય?” પરમાત્મા તે આપણું ઉભય થકી બહુ પર છે તે કેમ લેવાય?” પરંતુ આ ઉત્તરથી ભક્ત હૃદય શાન્ત થતું નથી. આખરે યશેદા થાળીમાં પાણું ભરી એમાં “ચાંદલિયે દેખાડે છે. મનુષ્યના અન્તઃકરણમાં પરમાભાનું પ્રતિબિંબ પડે છે, અને પ્રતિબિબનું દર્શન એના હદયને શાંતિ આપે છે.
આ રીતે ઉપરનું કાવ્ય (૧) મનુષ્ય-આત્માને પરમાત્માની કેવી આવશ્યકતા છે એ બતાવે છે; તથા (૨) એક તરફથી પરમાત્માની પરતા અને બીજી તરફથી પ્રતિબિંબ રૂપે એની પ્રત્યક્ષતા દર્શાવે છે. આ બંને સિદ્ધાતેનું વિશેષ વિવેચન કરવા જેવું છે.
જીવાત્મા પરમાત્મા માટે ઉત્સુક બની “સ” છે એ સિદ્ધાન્તમાં ધર્મના સ્વરૂપ સંબંધી કેવો અનુપમ બોધ સમાએલો છે! ધર્મ મનુષ્યને લાભકારી છે,–એથી એનું ઐહિક જીવન સુખી થાય છે અને પરલોકમાં પણ સ્વર્ગાદિક સુખ મળે છે–એવા હેતુથી ખરા ધાર્મિક આત્માની ધર્મમાં પ્રવૃત્તિ થતી નથી. તેમ જ, ધર્મ એ ઈશ્વરે મનુષ્ય ઉપર મૂકેલી ફરજ છે, એ ફરજ અદા ન કરીએ તે ઈશ્વરના ગુન્હેગાર થઈએ, એ વિચાર પણ પૂર્ણ ધાર્મિકતાને નથી. એકમાં નફા છેટાને હિસાબ હેઈ, ધર્મનું ખરું તત્વ જે સ્વાર્પણ એનો સર્વથા અભાવ છે; બીજામાં શુષ્કતા કરતા તાબેદારીના ભાવો આવી, ધર્મના સ્વરૂપમાં આવસ્યક જે ઉલ્લાસ આનન્દ અને વિશુદ્ધ સ્વાતંત્ર્ય તેની ખેટ રહે છે. આ બંને કરતાં જુદો જ સિદ્ધાન્ત ઉપરના કાવ્યને છે, અને એ સંતોષકારક છે. જીવાત્મા પરમાત્મા માટે “” છે અથત એની સર્વ ભાવના પરમાત્માભિમુખી છે. એની બુદ્ધિ પરમાત્માના સ્વીકાર વિના સંતોષ પામતી નથી; એનું હૃદય પિતાને પ્રેમરસ સંપૂર્ણ અનુભવવા માટે પરમાત્માને અવલંબે છે; એની કર્તવ્યભાવના પણ બીજ તેમ જ ફળ રૂપે ધર્મની અપેક્ષા કરે છે.
આ વિશ્વ જેમ લાંબુ પહોળું—અમુક આકૃતિવાળું–છે, તેમ જ એના સુખ ઉપર ચૈતન્યની ઝલક વ્યાપી રહી છે. એની આકૃતિને અર્થાત એને સંયોગવિભાગાદિ જડધર્મને ખુલાસો જેમ જડશાસ્ત્ર કરે છે, તેમ એ ચૈતન્યની ઝલકનો ખુલાસે, એના અંતસ્માં વિરાજતા પરમાત્માના સ્વીકારમુખે બ્રહ્મવિદ્યા કરે છે.
જે નિરીશ્વરવાદી એમ કહે છે કે ખુલાસો શોધવા જવું એ જ વ્યર્થ