________________
એક અજવાળી રાત્રિ
રપરું
અને જેમ જેમ એ કાવ્યના અર્થો અનુભવગોચર થતા જાય છે તેમ તેમ એને દિવ્ય મહિમા પ્રત્યક્ષ થતો આવે છે,
(૨) સ્મરણમાં રાખવાનું છે કે–પ્રકૃતિ––જડ પ્રકૃતિ–એ પરમાત્માની “ અપરા” પ્રકૃતિ છે અને જીવાત્મા એ એની “પર કહેતાં ચઢીઆતી પ્રકૃતિ છે. પણ એ ઉત્કૃષ્ટતાની સાથે જ જવાબદારી પણ આવે છે—જે ભાર એ પોતે પિતાની મેળે સહન કરી શકે એમ નથી, ત્યાં પરમાત્માના આશ્રયની જરૂર પડે છે. એ આશ્રય પરમાત્મા બહાર રહીને આપી શકે નહિ. બહાર (વિષયભૂત) હોવું એ તે જડ (દસ્ય) ને ધર્મ છે. હું તમારા આત્માને વિષય કરતા નથી કારણ કે વિષયતા તે આત્મત્વથી વિરુદ્ધ છે. હું તે. માત્ર તમારા આત્માની બહારની છાયાને જ જ્ઞાનગોચર કરું છુ. એટલે બહાર–વિષયભૂત–હેવું એ જડને ધર્મ છે એ સિદ્ધાન્ત અબાધિત રહે છે.) ત્યારે એ આશય પરમાત્મા આન્તર રહીને જ આપે. અને આન્સર હોવું એ ખરું જોતાં આત્મભૂત હોવું એમ છે. જે જે આત્મભૂત નથી તે બહાર જ છે. આ અર્થમાં પરમાત્મા જીવાત્માને આત્મા છે; નહિ કે ઘણીવાર માની લેવાય છે તેમ છવામા તે જ પરમાત્મા
(૩) આ રીતે સમસ્ત વિશ્વ પ્રકૃતિ અને પુરુષ ઉભયાત્મક પરમાત્માનું–પરમાત્મરૂપ સિદ્ધ થઈ શકે છે. “પરમાત્મા” એને વાસ્તવિક અર્થ “પરમાત્મા–રૂપ” થાય છે. કારણ કે એનું તે એનાથી ભિન્ન રમકડાં જેવું નથી. આ રીતે સગુણમાંથી નિર્ગુણ સમજી લેવાનું છે. વિશેષ અન્ય પ્રસંગે. સુદર્શન, ઈ. સ. ૧૯૦૦, એપ્રિલ
જ એ સિદ્ધાન્ત શંકરાચાર્યનો ન દેખાતાં રામાનુજાચાર્યના જેવો દેખાય છે. પણ વસ્તુતઃ અત્ર શાંકર સિદ્ધાન્ત જ વિવિક્ષિત છે. તે આ રીતે કે– પરમાત્મા છવાત્માનો આત્મા છે, અને આત્મા એ આત્મા હોવાના કારણથી જ તત્ત્વભૂત હેઈ સત્ય પદાર્થ ગણાવા યોગ્ય છે, એટલે પરમાત્મા એ જ સત્ય છે અને જીવાત્મા મિથ્યા છે—માટે છેવટે, જીવાત્મા પોતે કાંઈ જ નથી, જીવાત્મા એ પરમાત્મા જ છે એમ આવી રહે છે.