________________
ઉપર
એક અજવાળી રાત્રિ
અહંતાના અભિમાનથી ભરેલો લાગે છે. હું જે જે કરું છું તે પરમાત્માની પ્રેરણાથી જ કરું છું, હું કરતું નથી પણ પરમાત્મા જ કરે છે, એમ જે શુદ્ધ ભાવથી માનવામાં આવે તે મનુષ્ય હૃદયમાંથી પાપ સમૂલ નાશ પામી પુણ્યવૃત્તિ સ્વાભાવિક અને સરળ રીતે–પુષમાંથી સુગધ પ્રસરે છે તેમપ્રસરે એમાં સંદેહ નથી. પણ આ રીતે એક વખત સમાધાન થયા છતાં “પ્રભુને તારી શી દરકાર કે તારા ઉપર કૃપા કરી તેને સભાગે પ્રેરે ?” એ પ્રશ્ન પાછો–કાંઈક વિના હકે–આવી ઊભો રહ્યો. પણ જાણે આટલા શુભ વિચાર કરવાથી સશક્ત બન્યા હોય એમ મહારે આત્મા વેગથી ધશીને બોલી ઉઠ્યોઃ “શા માટે નહિં? એ સર્વવ્યાપક પ્રેમ ક્યાં નથી ?પ્રત્યે! હું તારે છું.” છેવટનું વાક્ય મહારા આત્માની ઊંડામાં ઊંડી ખીણમાંથી નીકળ્યું, અને હારા પ્રયત્ન વિના જ મારે મુખેથી નીકળી ગયું. મારા મિત્રે એ સાંભળ્યું અને મને પ્રશ્ન કર્યોઃ “આ તમારું શાંકરે–અત–વેદાન્ત કે?” હું આ વાક્યને ગર્ભિત ઉપાલંભ સમજી ગયો. મેં પણ દઢતાથી ઉત્તર આપે –“હા. અમારા શંકરાચાર્યે કહ્યું છે –
" सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम् ।।
सामुद्रो हि तरङ्गः क्वचन समुद्रो न तारङ्गः" [હે પ્રભો ! હું તારે છું; તું હરે (આવિર્ભાવ) નથી. તરંગ સમુકને (વિકાર-આવિર્ભાવ), છે; સમુદ્ર તરંગને (વિકાર, આવિર્ભાવ) નથી.]
આ ઉત્તરે અમને સગુણ–નિર્ગુણના સંબધના વિચાર આગળ લાવી મૂક્યા. એમાં ઊતરવા જેટલે વખત ન હોવાથી એ ચર્ચા મેં ભવિષ્ય માટે રાખી. : આ વખતે ચન્દ્ર આકાશના મધ્ય ભાગે આવ્યો હતો. સમસ્ત વિશ્વ એના શ્વેત ઉજજવળ પૂરમાં એકરસ બની રેલાતું હતું; પણ મહારા અંતરાભાની ચન્દ્રિકા આગળ આ ચન્દ્રિકા પ્રાતઃકાલની ચન્દ્રિકા જેવી જ ઝાંખી અને શુષ્ક પડતી હતી.
[ઉપરની વિચારમાલા પ્રકૃતિમાં અને પુરુષમાં પરમાત્મદર્શન શી રીતે થઈ શકે છે અને તે કેવા સ્વરૂપમાં થઈ શકે છે એ સૂચવે છે. વાચકે ધ્યાનમાં લીધું જ હશે કે અત્રે સૂચવ્યા પ્રમાણે –
(૧) પરમાત્મા છે, અને તે પ્રકૃતિ–સૃષ્ટિ–રચીને પછી દૂર જઈ બેઠેલો નથી. તેમ જ વખતે વખત પ્રકૃતિના કાર્યમાં યથેચ્છ ફેરફાર કરવા વચ્ચે પડે છે એમ પણ નથી. સમસ્ત બ્રહ્માંડ પર માત્માનું કાવ્ય છે, એમાં એનું પ્રતિક્ષણ સ્વરૂપે પ્રગટ થાય છે,