________________
પ૦
એક અજવાળી રાત્રિ
એ વિરુદ્ધ કાંઈક કહેવા માટે એમની પાસે એક પુસ્તક હતું તેમાંથી નીચેના શબ્દો વાંરયા. (વચમાં મારે કહી લેવું જોઈએ કે મહારા એ મિત્રને વાંચવાનો શોખ બહુ હતું, અને પુસ્તક વગર એ ભાગ્યે જ બહાર નીકળતા. વળી ચન્દ્રના અજવાળાથી વાંચી શકે એવી એમની નેત્રશક્તિ હતી.) પેલા શબ્દો આ પ્રમાણે હતાઃ–
"The heavens declare no other glory than that of Hipparchus, Kepler, Newton and the other illustrious astronomers who have interpreted the causal language that is uttered by the masses of matter that occupy space."
(આ ખગાલ જે કેઈને પણ મહિમા ગાય છે તે તે પરમેશ્વર કહેવાતા કલ્પિત પદાર્થને નહિ; પણ હિપર્કસ, કેપ્લર, ન્યૂટન, ભાસ્કરાચાર્ય વગેરે પ્રખ્યાત ખગોળશાસ્ત્રીઓને-કે જેઓ આકાશમાં વિસ્તરી રહેલા જડ પદાર્થોની કાર્યકારણભાવ સંબધી ભાષા સમજી શક્યા.). - જે ક્ષણે મારું હદય ભક્તિ અને ધ્યાનના રસમાં ડૂબેલું હતું તે ક્ષણે આવો તર્ક અને પ્રથમ તે અત્યન્ત દુઃખકર લાગે. પણ તર્ક અને હૃદય બેમાંથી એકેનો અનાદર કર મને પસંદ ન હતું, અને બંનેની એકવાક્યતા થવી જોઈએ એવો મહારે સિદ્ધાન્ત હોવાથી થોડા જ વખતમાં હું સ્વસ્થ થઈ શકે, અને પછી મારા મિત્રને મેં કહ્યું –“ભાઈ, આ દલીલને શો અર્થ થ એ જોયું? આ રીતે તે ત્યારે પ્રિન્સિપિયા” એ ન્યૂટનનો મહિમા ન દર્શાવતાં, મહારે તમારે–પ્રિન્સિપિયા” વાંચનારાઓને-મહિમા દર્શાવે છે ! ! માટે નિશ્ચય રાખો કે પ્રકૃતિલેખ એના લેખકનો–પરમાત્માનો –મહિમા દર્શાવે છે, ન્યૂટનને નહિ જ. વળી જેમ ન્યૂટને, પોતે આપણું કરતાં ચઢીઆ હાઈ, આપણને અગમ્ય એવાં સત્ય શોધી કાઢયાં, તેમ જગતના મહાત્માઓ-ઋષિજન, જેઓ પરમાત્માની વિભૂતિના ઉત્પન્ન કરનારા નથી પણ માત્ર વાંચનારા છે અને તેથી “ઋષિ એટલે દ્રષ્ટા કહેવાય છે–તેઓએ પ્રકૃતિલેખમાં એ પરમ સતને વેદ લખેલો છે. આ પરમાત્માથી અનુસ્મૃત બ્રહ્માંડ એ પુરાણમાં વર્ણવેલા બ્રહ્મા” છે. એનાં ચારે મુખમાંથી–ચારે દિશાએ, ચેતરફ–વેદના ધ્વનિ નીકળી રહ્યા છે, જેનું શ્રવણ કરવું એ આપણું પરમ સુખ કર્તવ્ય અને ભાગ્ય છે.”
મહાન ખગેલશાસ્ત્રી ન્યૂટનનો રચેલો ગ્રન્થ.
મહિમા ન કશી નથી રાખે . વળી જેમ