________________
આત્મનિવેદન
૨૩૧
લક્ષણ+'આપી એનું સ્વરૂપ ઠીક સમજાવ્યું છેઃ “તપતાવિઝાવાતા તમિર જાતિ ” અર્થાત પરમાત્મામાં અખિલ કર્મનું અર્પણ કરવું, અને એના ક્ષણમાત્ર વિસ્મરણમાં પણ અત્યન્ત વ્યાકુલતા અનુભવવી, એનું નામ પ્રેમ ના ભક્તિ, આવા અલૌકિક પ્રેમરસથી ભરપૂર થએલી મીરાં કહે છે –
જે-સાસુ રહાર ૩માવેસ્ટ વો.” . અર્થાત–હે તો પ્રેમ આંસુડાં ઢાળી ઢાળીને અમરવેલ વાવી છે !” આ “અમરવેલ” તે એ જ “૩મૃતવ” કે જે માટે ભક્તિમૂર્તિ મીરાંને મળતી જ્ઞાનમૂર્તિ મૈત્રેયીએ યાજ્ઞવક્યને કહ્યું હતું--“ના નામૃતારા તેને વિ : મહારે તો અમૃતત્વ જોઈએ. જે વિત્ત થકી અમૃતત્વની આશા નથી તો એ વિત્ત લઈને હું શું કરું? પ્રેમ–પરમાત્મપ્રેમ—એ જ “અમૃતત્વ” નું સાધન છે; કેમકે એ પ્રેમમાં જ આત્માને સ્વસ્વરૂપને સાક્ષાત્કાર થાય છે, અને સ્વસ્વરૂપને સાક્ષાત્કાર એ જ “અમૃતત્વ છે. અમૃતત્વ કાંઈ સ્વર્ગમાં–એટલે કોઈ અન્ય સ્થાનમાં––મેળવી શકાય એવો પદાર્થ નથી. તેમ એને એમ પણ અર્થ નથી કે આ પ્રકૃતિને થએલો દેહ તે નિત્ય નિરંતર કાયમ રહે એ બનાવી શકાય. વળી કાંઈ આજ પર્યત મરણશીલ હાઈ આજથી એટલે અમુક સમયથી એને મરણરહિત કરી શકાય એમ પણ નથી. અમૃતત્વ એ આત્માને નિત્યસિદ્ધ સ્વભાવ છે, અને એ સ્વભાવને જાણો, સાક્ષાત અનુભવવિષય કરવો–એનું નામ જ અમૃતત્વ સંપાદન કરવું એમ છે. અર્થાત્, “અમૃત” જ્ઞાનલભ્ય છે, ક્રિયાલભ્ય નથી; અને તે આત્મા સંબધે છે, દેહ સંબધે નથી. આત્માનું આ અમૃતત્વ સિદ્ધ કરવા અનેક ફિલસુફેએ અનેક યત્ન કર્યા છે. કેટલાકે એમ બતાવ્યું છે કે જડને વિનાશધર્મ ચેતનમાં ઘટી શકતો નથી; કેટલાક કહે છે કે પાપ પુણ્ય રૂ૫ નીતિ વ્યવસ્થા એના બદલા વિના સંભવતી નથી, અને એ બદલો આત્માના અમૃતત્વ વિના સંભવ નથી; કેટલાક કહે છે કે નીતિની ભાવના કોઈ પણ કાળે સંપૂર્ણ સિદ્ધ કરી શકાતી નથી માટે આત્માની નીતિસંબન્ધી અભિવૃદ્ધિ માટે અનન્ત કાળને અવકાશ જોઈએ; અને કેટલાક એમ બતાવે છે કે આત્મારૂપી નિત્ય પ્રમાતાને અભાવે જગત શુન્ય થઈ જાય. આ વિવિધ દલીલમાં કેટલું કેટલું સત્ય રહેલું છે એ નિર્ણત કરવા જતાં બહુ વિસ્તાર +જુ નારદભક્તિસૂત્ર: “સા(મારિકન પરમ9મા " સમૃતáRપ ૨,”