________________
આત્મનિવેદન
૨૩૫
' આવા સાચા અને કૃપાળુ ગુરુ શેધવાની ઈચ્છા જિજ્ઞાસુ-હૃદયને 'સ્વાભાવિક રીતે થાય છે, અને એવા ગુરુ થવા લાયક મહાપુરુષને અભાવે,
સ્વસમાન પંક્તિના સમાનહદયથી પણ ઘણું શાતિ મળે છે. સત્તના સમાગમથી મનુષ્યની ઘરમાં ઘેર પશુવૃત્તિ પણ શમી જઈ ખરૂ મનુષ્યત્વ કેવું ખીલી આવે છે એ અખાએ બહુ સારી રીતે દર્શાવ્યું છે. અખો કહે છે –
“સંતસંગ કીધા વિના જન, જે વનમાંને પશુ; ઉ૫જે ખપે તે વન વનમાં, વસ્તિનું સુખ નહિ કશું. સંતસંગે સર્વ સમઝે, પશુ ટળી થાયે પાત્ર, સંત તે જ કૃપા કરે તે, નવપલ્લવ થાય ગાત્ર. કામ ક્રોધ લોભ મેહ તાપે, બળી રહ્યા છે જન;
તે જીવને ટાઢા થવાને, સંત તે પર્જન્ય.” આવા પર્જન્ય” માટે ઉત્સુક બનેલી મીરાંએ લોકાપવાદની પણ દરકાર ન કરી,
"माता छोडी पिता छोडे छोडे सगां सोई
साधु संग बेठ बेठ लोकलाजः खोई." સુધી નિરભિમાન વૃત્તિથી “પ્રાચીન”ની ભજનમ ડળીમાં ભળતાં આંચકે ખાશે ત્યાંસુધી હિંદુસ્તાનને ધાર્મિક ઉદ્ધાર દૂર છે. પ્રાચીન એ પણ એટલી ઉદારવૃત્તિ રાખવી ઉચિત છે કે આપણો ધર્મ બહુ વિશાળ છે, અને અસંખ્ય મહાન મગજે અને હૃદયમાંથી ઉદ્ભવ પામ્યો છે, અને તેથી જે માણસ “પ્રાચીન”ની અમુક રૂઢિને અનુસાર જે ધર્માચરણ કરતો નથી તે હિંદુ મટી જાય છે અને નાસ્તિક થઈ જાય છે એમ નથી. ઘણી વાર આવી દેખાતી નાસ્તિકતામાં પ્રાચીન ”ની પિતાની આસ્તિકતા કરતાં વધારે આસ્તિષ્પ સમાએલું હોય છે. સુધારકાએ એટલુ જેવાનું છે કે ચાલતી વ્યવસ્થામાં સુધારો કરવાને બદલે કેવળ અવ્યવસ્થા ઉત્પન્ન કરવી અને સમાજના પરમાણુઓને પોતાની વિનાશક પદ્ધતિ વડે છેક અસ્તવ્યસ્ત કરી નાંખવા એ અત્યન્ત અનિષ્ટ છે. આ સર્વ સત્યમાં કાંઈ જ નવીન શેધ નથી, તથાપિ એ પ્રમાણે આચરણ થતું નથી એવું અવિદ્યાનું બળ છે !
જીવન—ક્તિવિવેકમાં ત્રણ પ્રકારની વાસનાનું સવિસ્તર નિરૂપણ કર્યું છેઃ દેહવાસના, લોકવાસના, અને શાસ્ત્રવાસના; “લોકવાસના તે આ લોકલાજ,