________________
મુક્તિનાં સાધન,
આ ક્ષીરસમુદ્ર તે શું ? ત્રિકૂટાચળ પર્વત તે શું ? એમાં વરુણના ખાગ અને સરાવર તે શું? એમાં હાથણીઓ સાથે વિહરતા તથા જળપાન અને સ્નાન કરતા ગજેન્દ્ર તે શું? એને પકડનાર ગ્રાહ તે શું ?—ઇત્યાદિ આ આખ્યાયિકાની અંગભૂત અતિશયેાક્તિના અર્થે વિચક્ષણ વાચક્ર યારનાએ પેાતાના મનમાં કરી દીધા હશે. છતાં અત્રે અધિક સ્પષ્ટતા ખાતર હું મારા તરથી એ અર્થ કરીશ, અને પછી ઉપલી કડીઓમાં રહેલા ધર્મ અને તત્ત્વજ્ઞાનના સિદ્ધાન્તા ઉપર આવીશ.
૨૪૦
ત્રણ શૃંગના ‘ત્રિકૂટાચળ' પર્વત તે સત્ત્વ રજસ્ અને તમમ્ એ ત્રણ ગુણેનું+ બનેલું આ જગત્ છે. એની આસપાસ અનન્તતારૂપી ક્ષીરસમુદ્ર પથરાએલા છે—જેમાં પરમાત્મા લક્ષ્મીજી સહવર્તમાન વિરાજે છે. એ અનન્તતાનાં માજા આ જગત્ સાથે હંમેશાં અથડાયાં જ કરે છે, અને આ જગત્ વે છે, પવિત્ર કરે છે. આ જગમાં પાપપુણ્યના ક્ષેત્રરૂપી જે સંસાર તે આખ્યાયિકામાં વસ્તુના ભાગ'. એ બાગમાં અનેક હાથણીએ સહવર્તમાન વિચરતા હાથી તે અનેક વૃત્તિથી વીંટાએલા જીવાત્મા. એ જીવાત્મા, સંસારના તાપને સંસારનાં જ સુખરૂપી શીતળ જળથી શમાવવા અને વૃત્તિએ સાથે મ્હાલવા, વિષયભેાગરૂપી સરાવરમાં ઊતરે છે. ત્યાં અમુક વખત તો પોતે અને પેાતાનાં સૌ એકઠાં ભળી આનન્દ કરે છે, પણુ આખરે જ્યારે મૃત્યુરૂપી ગ્રાહ એને પકડે છે, ત્યારે એ પ્રભુને સ્મરે છે— ખરા મનથી સ્મરે છે. સ્મરતાં વાંત જ પ્રભુ ભક્તની વ્હારે ધાય છે, મૃત્યુરૂપી ગ્રાહ' નું વિદારણ કરે છે, અને પ્રભુના સ્પર્શથી જીવાત્મા પર
માત્માસ્વરૂપ બની જાય છે.
આ આ આખ્યાયિકાના રહસ્યાર્થ છે. હવે એનું થાક મનન કરીએ. * ઉપમાન અને ઉપમેયમાંથી ઉપમેયને ગળી જઇને ઉપમેયનું ઉપમાનરૂપે જ વર્ણન કરવામાં આવે તે ‘અતિશયેક્તિ' અલંકાર કહેવાય છે. + " शृङ्गाणीमानि धिष्ण्यानि ब्रह्मणो मे शिवस्य च.
""
~~~ભાગવત.
ત્રણ સ્થાન—એટલે
આ ત્રણ શૃંગા તે બ્રહ્મા રજસ્ સત્ત્વ અને તમમ્ એ
* વેદમાં વરુણુને ‘ સત્ય ' દેવ કહ્યો છે.
વિષ્ણુ અને શિવનાં ત્રણ ગુણુ છે.
અને ‘ અનૃત ' યાને પાપ-પુણ્યના જોનાર
ગ