________________
મુક્તિનાં સાધન
૨૪૧
આ સંસારરૂપી બાગ રમણીય છે, મોહક છે, છતાં એનાં શીતળ લાગતાં “સરોવર” અંદરથી ભયંકર અને દુઃખદાયક છે. રમણીયતા એ માત્ર એનું બાહ્ય સ્વરૂપ છે, પણ તે એવું ધ્યાન ખેંચનારું છે કે કવિએ જાણી જોઈને એ સ્વરૂપને આગળ પડતું ચીતર્યું છે, અને એ ચીતરવામાં પિતાની સઘળી વર્ણનશક્તિ વાપરી છે. સંસારની મધુર વિષમયતાને આ સિદ્ધાન્ત જેને એક શબ્દમાં આપણે વૈરાગ્યની ભાવના કહીએ તે કેટલાકને એ અરુચિકર થઈ પડે છે કે એના પ્રત્યે પિતાની અચિ દશવવામાં તેઓ એક પણ કટુ વિશેષણ વધારે પડતું ગણતા નથી, અને હિન્દુસ્થાનની અવનતિનું બીજ આ એક સિદ્ધાન્તમાં જ સમાએલું છે એમ માની લે છે. બીજા કેટલાક, જેઓ જરા વધારે શાતિથી વિચાર કરવાની ટેવવાળા છે, તેઓ આ ભાવનાને હિન્દુસ્થાનનાં આબોહવા અને એની પ્રજાના રાજકીય અને સાંસારિક ઈતિહાસથી ખુલાસો કરે છે. તેઓ કહે છે કે આ દેશનાં આબોહવાથી આર્ય પ્રજા તવાઈ ગઈ અને એના ઇતિહાસમાં અન્ધાધુધી ચાલીને એને સંસાર એ દુઃખમય થઈ ગયો કે એને સ્વાભાવિક રીતે “સર્વ સુરë રૂ ” એ સિવાય અન્ય સિદ્ધાન્ત સૂઝે એમ જ ન હતું ! આમ ચિતન્ય ઉપરથી દેવ કાઢી તેઓ જડ ઉપર ચઢાવે છે. જડ અને ચિતન્યને સંબન્ધ–જે આ ખુલાસાના ગર્ભમાં રહ્યો છે–તે વિષે અત્રે વિવેચન કરવાને અવકાશ નથી, પણ આ ખુલાસા સામે આપણે એટલું તે કહી શકીશું કે–પશ્ચિમની પ્રજા વર્તમાન યુગમાં ભોગવિલાસમાં રચી–પચી છે તેથી એને વૈરાગ્યને મહિમા સમજાતો નથી, અથવા તે પશ્ચિમ દેશમાં જીવનકલહ અત્યારે એ તીવ્ર બની રહ્યો છે કે ત્યાંના લેકને અથાગ પ્રવૃત્તિ કર્યા સિવાય જીવનનિર્વાહ કરે અશકય હાઈ નિવૃત્તિની કદર એનાથી થઈ શકતી નથી—એમ કઈ તરફથી કહેવામાં આવે તો તેમાં પૂર્વોક્ત ખુલાસા કરતાં ઓછું સત્ય છે એમ કાઈથી એકદમ કહી શકાશે નહિ.
મનુષ્યને સંસારને અનુભવ એ બેશક એના સિદ્ધાન્ત ઉપર અસર કરે છે પણ એ અનુભવ પૂરતો જ એ સિદ્ધાન્ત હેત નથી. તેમ એ અનુભવ પિતાને શિર ગુજાર્યો હોવો જોઈએ એમ પણ નિયમ નથી. મહાન આત્મામાં અનુભવથી સૂચવાએલો સિદ્ધાન્ત બુદ્ધિથી વિસ્તરે છે; અને અન્યને અનુભવ કલ્પનાશક્તિથી પિતાને કરી લેવાય છે. આ દેશમાં જે મહાત્માએ “સર્વ કુર્ણ સુકલક”એ સિદ્ધાન્ત, એક બૌદ્ધ ગ્રન્થ કહે છે તેમ, “આકાશમાં ઘંટ વગાડીને સૌને સંભળાવ્યું. તે મહાત્મા અન્નપાણી
૩૧