________________
રર
મુક્તિનાં સાધન
ાવતા ટળવળતા કે કુટુમ્બનાં ખાનગી દુ:ખાથી પીડાતા એક પામર જીવ ન હતા. તેમ ક્ષમા નમ્રતા વગેરે સદ્ગુણીના એમણે ઉપદેશ કર્યાં તે વખતે આ હિન્દુ દેશ અનિવાય જુલમથી કચરાઈ ગએલા કે પરાધીન થઈ પડેલે હતા એમ પણ કાંઈ ન હતું, પણ જગતના સ્વરૂપ ઉપર ચિન્તન કરતાં એમને જે સત્ય લાગ્યું તે એમણે જણાવ્યું, અને તે પેાતાની અમેાધ શક્તિથી અન્ય જનને ગળે ઊતાર્યું, મુદ્ ભગવાન ઉત્તમ ક્ષત્રિય કુળમાં અને પૂર્ણ સમૃદ્ધિમાં ઉછર્યાં હતા પણ એમનું હૃદય એવું અનુકમ્પાભર્યું અને એમની કલ્પનાશક્તિ એવી તેજસ્વી હતી, કે પોતે રથમાં બેસીને કરવા ગયા ત્યાં અન્ય જીવાનાં જરા વ્યાધિ અને ભરણુનાં દર્શન થકી એમને વૈરાગ્ય થઈ આબ્યા, અને એને પરિણામે, વ્હાલી દ્વારા અને વ્હાલા સુતને ઊંધતાં મૂકી, તથા પામર જનતે પ્રાણસમાન વ્હાલી લક્ષ્મીને તૃણવત્ ત્યજી,—એ એક ‘શ્યામ રજની’માં મહેલ છેાડી ચાલી નીકળ્યા. આખરે પાતે જ્ઞાન પામ્યા, જગતને એ જ્ઞાન પમાડવુ, અને જે સ્ત્રી પુત્રને ઊંધતાં મૂકી એ ગયા હતા તેમને જગાડ્યાં, ખરા અર્થમાં જગાડ્યાં. આમ બુદ્ધ ભગવાનની વૈરાગ્યભાવના ખાયલા કે કાયર હૃદયમાં પ્રકટી ન હતી—પણુ સંસારમાં પારકાનાં દુઃખ જોઈ ને દ્રવતા કામળ હૃદયમાંથી જન્મી, પરદુ:ખભંજનની મહાપ્રવૃત્તિમાં પરિણત થઈ હતી.
ખાનગી સુખદુ:ખને અનુભવ અને જીવનના સિદ્ધાંત વચ્ચે નિયત કાર્યકારણુભાવતા સંબંધ નથી એ ખતાવવા ખીજો દાખલા રામચંદ્રજીના લ્યા: અંગત અનુભવથી જે કાઈ પણ સિદ્ધાન્ત રામને માટે સ્વાભાવિક હાય તા તે આ સંસારની દુઃખમયતાને અને તેને પરિણામે સંસાર છેડી વનમાં ચાલી નીકળવાના હતા. મહાવિ ભવભૂતિ ઉત્તરરામચરિતમાં રામને જ મ્હાંએ કહેવડાવે છે તેમ “તુલસંવેનચૈવ રામે ચિતમ્યમર્પિતમ્' = “ દુઃખ ભોગવવા માટે જ રામમાં ચૈતન્ય મૂકાયું હતું.” એકવાર વન સેવ* નીચે (Neitchze ) નામના એક પ્રસિદ્ધ અર્વાચીન યુરોપિઅન ફિલસુફ્ ક્રાઇસ્ટના મહાન ઉપદેશના આ રીતે ખુલાસા કરે છે! એના જીવન અને તત્ત્વજ્ઞાનને એક વિવરણકાર વર્તમાન યુરાપમાં એની પ્રસિદ્ધિ અને અસરનું બહુ વર્ણન કરે છે—એ વાંચી મને થયું કે જ્યાં સુધી આવું તત્ત્વજ્ઞાન વિચારને મેાખરે રહે ત્યાં સુધી યુરાપમાં નિત્ય યુદ્ધની ગર્જના વિના શું સંભળાય ? વૈશાખ, ૧૯૬૯ એટલે હાલમાં (૧૯૧૬માં) ચાલતા યુદ્ધની શરૂઆત થતાં પહેલાં આશરે દોઢ વર્ષ ઉપર આ નાટ લખાઈ હતી. ]