________________
મુક્તિનાં સાધન
મુક્તિનાં સાધન “નાથ ! જે ચાર વર્ષ સુerगज और ग्राह लरत जलभीतर, . लरत लरत गज हार्यो.
નાથ લઇ ૨ शबरी के बेर सुदामाके तान्दुल, रुचि रुचि भोग लगायो.
નાથ વૈ૨ दुर्योधनका मेवा छांडके, भाजी विदुरघर पाया.
નાથ! જો રૂ”
શ્રીમદ્ભાગવતમાં શુકદેવજીએ પરિક્ષિત રાજાને “ગજેન્દ્ર નામનું એક ઉત્તમ આખ્યાન સંભળાવ્યું છે. વાર્તા આવી છે–ક્ષીરસમુદના મધ્યમાં * ત્રિકૂટાચળ ” નામે ત્રણ શિખરવાળા એક પર્વત હતો. એના ઉપર નાના પ્રકારનાં વૃક્ષો પવનથી ડાલતાં હતાં; અસંખ્ય પક્ષીઓ વિવિધ સ્વરે નાદ કરી રહ્યાં હતાં; સ્થળે સ્થળે નિર્મળ જળનાં સરવરે સ્ફટિકવત પ્રકાશતાં હતાં; એની બાજુએ પત્થરોમાં થઈને મધુર ઝરણાં ખળખળ વહેતા હતાં, અને ચોતરફ સમુદ્રનાં મેજ એના પાદને અથડાઈ દેતા હતાં. એ પર્વતના એક ભાગમાં વરુણદેવને બાગ હતું, એમાં દેવાંગનાઓ રમતી હતી. એ બાગમાં–ખજૂરી, આંબા, તાડ, મહુડાં, સાગ, વડ, ગુલાબ, ચંપા, કેળ. દ્રાક્ષ વગેરે વિવિધ જાતનાં ન્હાનાં હેટાં ફળકુલનાં ઝાડ અને વેલ ઊગેલાં હતાં. એની વચમાં એક સરેવર હતું. એની મનહરતાનું શું વર્ણન કરવું? શ્રીમદ્ભાગવતમાં એનું બહુ સુન્દર વર્ણન કર્યું છે. પણ ટૂંકામાં આ સ્થળે હું એટલું જ કહું છું કે બાણ કવિની કાદમ્બરીનું પંપા કે અચ્છેદ સરોવરનું વર્ણન કલ્પી લ્યો. એમાં એક ગધગજ–ઉમદા હાથી, જેના ગંડસ્થળમાંથી ઝરતા મદની સુગન્ધથી આખું વન મઘમઘી રહે છે–એ અનેક હાથણીઓને લઈ એ વનમાં ફરતો હતો; શ્રીમદ્ભાગવત કહે છે કે “થા ગૃg”=“ ગૃહસંસારી જીવ કુટુમ્બજનોથી વીટાઈ સંસારમાં વિચરે