________________
આત્મનિવેદન
૨૩૩
સાધ્ય છે. જ્ઞાનવડે પણ આ જ દશા પ્રાપ્ત કરવાની છે. આત્માને વસ્તુતઃ અહંતામમતાનાં બંધન નથી એમ સમજવાને અર્થ પણ એ જ છે કે અહંતામમિતાથી રહિત આત્મસ્થિતિ પ્રાપ્ત કરવી. હવે આ અહંતામમિતાથી રહિત આત્મા એ અદ્વૈત વેદાન્ત પ્રમાણે પરમાત્મા–બ્રહ્મ–જ છે એટલું ધ્યાનમાં રાખીશું તે સમજાશે કે ઉભયમાં પરમાત્માને સમાન રીતે પ્રવેશ છે. અર્થાત ઉભય સાધનવડે એક જ સ્થિતિ સિદ્ધ કરવાની છે એટલું જ નહિ, પણ બંનેમાં ધાર્મિકતાને ભાવ પણ સમાન છે. તાત્પર્ય કે–એક જ તત્વ ઉપર બંનેને ઉદ્દેશ હોવા ઉપરાંત એક Philosophy (તત્ત્વજ્ઞાન) છે અને અન્ય Religion (ધર્મવૃત્તિ) છે એમ પણ નથી, ઉભય Religion (ધર્મવૃત્તિ) છે, અને એક જ પદાર્થનાં વિભિન્ન સ્વરૂપ છે.
ઉક્ત પ્રકારને પ્રેમ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. તે એવી રીતે કે પ્રેમ થતાં જ્યારે હું એવો પદાર્થ જ રહેતો નથી, ત્યારે મરણશીલતા કોને બાધ કરી શકે? જેણે પિતાની અહમાકારવૃત્તિ બ્રહ્મને જ ખાળે મૂકી દીધી છે, અર્થાત “જેમ નદીઓ નામરૂપ ત્યજી સમુદ્રમાં લીન થાય છે” તેમ જેણે પોતાની ભેદમય અહેમૂર્તિ બ્રહ્મરૂપ પ્રેમસાગરમાં લય પમાડી દીધી છે, તેની દૃષ્ટિએ બ્રહ્મવિના અન્ય “હું” કહેવા લાયક કે પદાર્થ જ અવશેષ રહેતું નથી, એટલે બ્રહ્મનો વિનાશ થાય તે જ પિતાને વિનાશ એ થો માને. બીજી—-આ બ્રહ્મ પિતાથી ભિન્ન હોય તે કોઈ કાળે પણ પિતાને નાશ થવાનો સંભવ રહી એને ભય ઉત્પન્ન થાય, પણ જ્યારે એનું આત્મત્વ જ બ્રહ્મમાં છે ત્યારે પછી એને વિનાશને સંભવ જ શે? આ રીતે અદ્વૈત વેદાન્તમાં આત્માનું અમૃતત્વ અનુભવવાની પ્રક્રિયા છે. આ વિચારમાંથી પ્રસંગવશાત વાચકને એટલું સ્પષ્ટ થયું હશે કે જેઓ ભક્તિ મન્દાધિકારી માટે છે એમ માને છે તેઓ, તથા જેઓ પરમાત્માના જ્ઞાનને બદલે (અહંકારાસ્પદ) આત્માનું જ્ઞાન સંપાદન કરવામાં જ સિદ્ધિ માને છે તેઓ, વેદાન્તસિદ્ધાન્ત ખરી રીતે સમજ્યા નથી.
સાધુસંગ ૩ હવે ત્રીજો વિચાર એ કરવાને છે કે પરમાત્માને પહોંચવામાં સાધુસંગનું માહામ્ય કેટલું છે ? આ વિષયમાં મીરાંએ ઠીક કર્યું છે કે
“મારા તાજ મિસે, સંત રામ રોઉં. સંત રા રિારા ઉપર, રામ દુહા હું.”
૩૦