________________
૨૩૨
આત્મનિવેદન
થઈ જાય અને પ્રકૃત વિષયની ચર્ચામાં અસમતા આવે, માટે અત્રે એટલું જ યાદ રાખવું બસ થશે કે આપણે જે “અમૃતત્વ” અનુભવવાનું છે તે આત્માની અમુક ચાલુ સ્થિતિરૂપ નથી--અર્થાત, પૂર્વે કહ્યું તેમ દેશિક કે કાલિક અમૃતત્વ એ ખરું “અમૃતત્વ નથી. એવું અમૃતત્વ તે આત્માને તૃપ્તિને બદલે માત્ર કંટાળો જ આપે. કોટિ વર્ષ પર્યા, અત્રે કે ઉત્તમમાં ઉત્તમ સ્વર્ગભૂમિમાં રહીને પણ શું કરવું? વિષયતાના પ્રદેશથી આત્માનું પર હોવું એ જ એનું ખરું “અમૃતત્વ છે. એ જ આત્માનું, એટલે પ્રમેયનું નહિ પણ પ્રમાતાનું, અમૃતત્વ છે, અને એ પ્રમાતાનું અમૃતત્વ છે માટે જ એ વિષયતાના પ્રદેશથી અતીત હાઈ ક્રિયા સાધ્ય નથી પણ જ્ઞાનસાધ્ય છે.
આ જ્ઞાન કેમ સંપાદન થાય ? તર્ક તે બહુમાં બહુ આત્મા અમૃત છે એટલું સૂચવીને વિરમશે. પણ એ અમૃતત્વને સાક્ષાત અનુભવ શી રીતે થઈ શકશે? જ્ઞાનથી કે ભક્તિથી? પ્રેમલક્ષણા ભક્તિ તે જ “જ્ઞાન” અને અપક્ષ જ્ઞાન તે જ “ભક્તિ” એ સિદ્ધાન્ત હવે સુપ્રસિદ્ધ થઈ ગયું છે; તથાપિ ઉભયની એકતા કેવી રીતે છે એ જરા જોઈએ. ભક્તિનાં બે મુખ્ય અને આવશ્યક અંગ છે. પ્રેમ અને શ્રદ્ધા પ્રેમનું કાંઈક સ્વરૂપ “બુદ્ધિ અને હૃદય” નામના જૂન માસના લેખમાં, તેમજ આ લેખમાં ઉપર આપણે જોઈ ગયા; અને શ્રદ્ધા વિષે પણ “શ્રદ્ધા અને શંકા” એ નામના ન્હાના લેખમાં કેવલ દિગ્દર્શનમાત્ર અવલોકન થઈ ગયું. આ સ્થળે એટલું જ કહેવાનું છે કે શ્રદ્ધાએ કરી આત્મા ભયશંકા આદિદષમુક્ત થાય છે, પ્રેમથી એનામાં ચિતન્યને વિકાસ થઈ આનન્દનું ભાન થાય છે. જ્ઞાનવડે પણ આ જ પદાર્થ પ્રાપ્ત કરવાના છે, અને એમાં પણ શ્રદ્ધા અને પ્રેમ જુદી રીતે જરૂરનાં છે, કેમકે એ વિના જ્ઞાન અસ્થિર, શિથિલ, શુષ્ક અને પક્ષ રહે છે. અને કદાચ કેઈને પ્રથમ દષ્ટિએ એમ લાગશે કે આ ભક્તિ દ્વિત વિના સંભવતી નથી, કારણ કે જ્યાં આત્માએ પરમાત્મા ઉપર અવલંબ કરવાનો છે તથા પ્રેમ બાંધવાનું છે ત્યાં સ્વથી પર પદાર્થને એટલે તિનો સ્વીકાર અંતર્ગત રહે જ છે. પણ ખરું જોતાં દૈતને છેદવાનું સાધન જ આ ભક્તિ છે. પરમાત્મા સાથે પ્રેમ જોડાતાં પ્રેમી પિતાની અહંતામમિતાથી મુક્ત થઈ જાય છે, અને એ મુક્તિ તે જ અદ્વૈતવાદનું પરમ * પ્રેમમાં શ્રદ્ધા આવી જાય છે એમ કહીએ તો પણ ચાલે. અથવા શ્રદ્ધા પ્રેમનું એટલે ભક્તિનું સાધન છે એમ કહી શકાય. શ્રદ્ધા અને ભક્તિ એમ બે રવીન્દ્ર સાધન પણ બોલાય છે. જુવો–શાંડિલ્યમૂવ.
એજ આ લેખમાં )
ચા વિશે પણ
ના ન્હાના લેખમાં