________________
'
આત્મનિવેદન
હોવાથી એમાં નરમાશ આવી હતી, એનું હ્રદય અત્યન્ત કામલ હેાઈ જગત્ પ્રતિ દયાથી ઉભરાતું હતું. પણ આ દયા અલૌકિક પ્રકારની હતી; એ જગનાં વ્યાવહારિક દુઃખે। માટે નહિ, પણ પારમાર્થિક દુઃખા માટે હતી, જગનાં વ્યાવહારિક દુઃખા ઉપર આપણા વર્તમાન સમયના પરાપકારી પુરુષનું બહુ ધ્યાન રહે છે, અને તે રહેવું જ જોઇએ, પણ એનાં પારમાર્થિક દુઃખા એ કરતાં પણ અધિક ત્રાસદાયક છે એ ભૂલવું જોઈતું નથી. માત્ર સુન હાવાથી સ્થૂલ દૃષ્ટિને એ સહેજ પ્રતીત થતા નથી; પણ તેટલા માટે જ તે વધારે ભયકર છે. · જે પરમાત્મપ્રેમ મ્હારૂં હય અનુભવે છે તે સમસ્ત જગત્ ક્રમ ન અનુભવે ? ’એવી ઉત્કંઠા વિશાળ અને પરાપકારી હ્રદયને થયા વિના રહેતી નથી. અને એવી ઉત્કંઠાથી પ્રેરાઇને જ મીરાં~
"
""
૨૯
r
M
जगत देखि रोई.
આવી અનુક'પાવૃત્તિ બહુ વિરલ હૈાય છે; બુદ્ધને થઈ હતી, ક્રાઇસ્ટને થઈ હતી, મીરાંને થઈ. પણ મુદ્દે અને ક્રાઇસ્ટે એ દયાથી પ્રેરાઈ જગતને ઉધાર કરવાના માર્ગો રચ્યા, પ્રણાલિકાએ પાડી. આ અખલા, એમાંનું કાંઈ પણ ન કરતાં, માત્ર દૃષ્ટાન્તરૂપ થઈ ઊભી. પણ એ થાડું છે? મીરાં જેવી પરમાત્મપ્રેમની સ–રસ મૂર્તિ જગમાં મળવી બહુ જ કઠિન છે, અને એવાં દૃષ્ટાન્તા માત્ર જગત્ આગળ ઉપસ્થિત રહીને પણુ અત્યન્ત ઉપકાર કરી શકે છે.
અત્રે અમુક સર્વસામાન્ય દઢ નિયમને વળગી રહેનાર પ્રાકૃત હૃદય આક્ષેપ કરશે કે—જે સ્ત્રીએ પતિસેવા ન કરી તેના દાખલાથી જગતને કેટલું નુકશાન ! આ આક્ષેપના ઉત્તર કે ખરા પરમાત્મપ્રેમના વેગમાં પતિની ઉપેક્ષા પણ ક્ષન્તવ્ય છે. જેમ ક્ષુદ્ર કાવ્યકંકરના નિયમા અલૌકિક પ્રતિભાવાળાં કાવ્યરત્નાને લાગુ પડતા નથી, તેમ પ્રાકૃત મનુષ્યગાડરાંના નિયમે અલૌકિક પરાક્રમવાળા પુરુષસિંહાને નિયત્રી શકતા નથી. તાત્પર્ય કે—સામાન્ય નિયમને ભગ મનુષ્ય પાતાની જવાબદારી સાથે કરે છે, વિજય મેળવે તે એ ભગ ક્ષન્તવ્ય છે, અને ભ્રષ્ટ થાય તેા એ પેાતાના અધિકાર ન સમજ્યા તેટલા માટે સદોષ ઠરે છે; અને આ વ્યવસ્થા યેાગ્ય અને ન્યાય્ય છે. આ રીતે તપાસતાં, મીરાંએ જે સાહસ કર્યું એ દોષરૂપ નથી, પણ એની કીર્તિને અમર કરનાર તથા જગતને ઉન્નત ભાવના તરફ્ દારનાર એક ઉચ્ચ પરાક્રમ રૂપ છે—એમ સહેજ નિશ્ચય થશે
ભક્તિ—જ્ઞાન—અમૃતત્વ
૨ આપણે આગળ જોઈ ગયા કે મીરાંના વૈરાગ્યના મૂળ કાંઈ સંસાર ઉપરના સુદ્ર કઢાળામાં ન હતાં, પણ પરમાત્મા પ્રત્યેના એક દિવ્ય પ્રેમમાં