________________
૨૨૮
આત્મનિવેદન
અમુક સ્વરૂપે યથાર્થ સમજવાનું છે. પણ એ સત્યને એવી ગ્ય મર્યાદાની બહાર ખેંચી જઈ મીરાંના જેવા ત્યાગને પણ નિદવામાં આવે, ત્યારે તે એટલું કહેવું જ પડે કે હાલના સમયમાં તે ઘણે ભાગે આ વિચારે સંસારની
લુપતા (worldliness)માંથી જ ઉત્પન્ન થઈ શ્રીભગવદ્દગીતાના દેખીતા આશય નીચે સમર્થન પામે છે. વસ્તુતઃ તે ધર્મભાવનામાં વૈરાગ્ય એક આવશ્યક અંશ છે, અને યદ્યપિ મહાન હદ જગતમાં વિચરતાં છતાં પણ અરણ્યસમ એકાન્તવાસ અનુભવી શકે છે, તથાપિ એ વસ્તુ તે વિરલ, હદ માટે જ, અસંખ્ય જન્મના વૈરાગ્યમય સંસ્કારને પરિણામે જ, ખરી છે. મીરાં જેવાં ઉત્કટ પરમાત્મ-પ્રેમવાળાં હૃદયો સંસાર ત્યજી ઇહલોકમાં જ પરમાત્મલોકને આપણને અનુભવ કરાવી શકે છે, અને એવા તારાઓ પૃથ્વીથી અસંખ્ય પેજનો દૂર હાઈ ને પણ આપણી સંસારસમુદ્રની હાની નહાની જીવન–નૌકાઓને એમના ઉદ્દેશ્ય સ્થાન તરફ દેરે છે. ધર્મભાવનામાં ત્યાગનું કેવું માહામ્ય છે એ સમજવા અકબરે ઉદ્ભવેલા ધર્મને દષ્ટાન્ત સારું છે. એ ધર્મમાં એક પ્લેટી ખામી વૈરાગ્યની હતી, અને એની નિષ્ફળતાનુ એ એક મુખ્ય કારણ હતું એમ સહજ કલ્પના થાય છે. બીજું, જગતના મહેોટા મોટા ધર્મધુરંધરેનાં જીવન પણ શું ત્યાગમય નહેતાં? ક્રાઈસ્ટ બુદ્ધ શંકર આદિ મહાત્માઓએ જગતમાં જે પ્રબળ ધાર્મિક પ્રેરણું ઉત્પન્ન કરી છે તે તેઓ સંસારમાં રહીને કદી પણ કરી શકત? વિચારમાં અમુક રીતે આ શક્ય જણાય છે ખરૂ પણ વાસ્તવિક રીતે તો આપણને–જગતના પામર જીને, સંસારકીટેન–સંસારત્યાગના ઉદ્દામ દષ્ટાન્ત વિના ધાર્મિક ભાવના તરફ પ્રવર્તવું અશક્ય છે. આ ત્યાગ ઘણુ વાર અનિષ્ટ પણ બને છે, પણ તે બે ત્રણ રીતે જ એક છે, આખું જનમંડળ સંસાર ત્યજવા તૈયાર થઈ જાય તે; પણું માયાનું બળ જોતાં આ ભય રાખવાનું કાંઈ કારણ છે ? બીજું, પિતાના હદયનું ખરું ધાર્મિક બળ લક્ષમાં લીધા વગર–અર્થાત એગ્ય અધિકાર પ્રાપ્ત કયાં વિના–તેમ કરવામાં આવે તેવું તથા ત્રીજું, (અને આ મુખ્ય દોષ છે), સંસારના કંટાળામાંથી–અર્થાત્ એક પ્રકારની આત્માની નિર્બળતામાંથી આ ઉદભવે તે જ. મીરાને વૈરાગ્ય અનન્યસાધારણ હતો, એને એ માટે અધિકાર એના દઢ નિશ્ચય થકી અને પરિણામના વિજય થકી સિદ્ધ છે, તથા એ વૈરાગ્ય શુષ્ક સસારના કંટાળામાંથી નહિ પણ પરમાત્મા પ્રત્યેના પ્રેમથી ઉત્પન્ન થયો હતો એ વિષ તો શંકાને અવકાશ જ નથી,
જગતથી વિરક્ત થઈ વસનાર મનુષ્ય જગત તરફ ઘણું વાર કઠોર દષ્ટિએ જુવે છે. પણ મીરાંના વૈરાગ્યમાં તો પરમાત્માના પ્રેમને રસ સીચાએ
રાગ્ય
વિસનાર મનુષ્ય