________________
૨૨૬
આત્મનિવેદન माता छोडे पिता छोडे, छोडे सगा सोई; साधुसंग बेठ बेठ, लोकलाज खोई. अब तो०१ संत देखि दोड आई, जगत देखि रोई; प्रेमआंसु डार डार अमरवेल बोई. 'अब तो० २ मारगमें तारण मिले, संत राम दोई संत सदा शिश उपर, राम हृदय होई. अब तो०३ अंतमेंसे तंत काढयो, पिछे रही सोई राणे मेल्या बिखका प्याला, पीने मस्त होई. अब तो०४ अब तो बात फेल गइ, जाणे सब कोई; दास मीरां लाल गिरधर, होनीती सो होई. अब तो० ५
આ પદ્ય એક સુપ્રસિદ્ધ મેવાડની અબલાનું-મીરાંબાઈનું--છે એ છેલ્લી પંક્તિથી વાચકને જણાયું હશે જ. એ સાધ્વીનું સ્વાભાવિક “અબલાપણું માત્ર એની પરમાત્મપ્રેમીજન્ય વિવશતામાં જ, અને એનું મેવાડ-ઉચિત વિરપણું પ્રેમમાં વિદ્ઘભૂત સંસારબેડીને એક સૂતરના તાંતણ માફક તોડી
કી દેવામાં પ્રકાશે છે. આ “અબલા’ત્વ અને આ વીરત્વ–આ પ્રેમ અને આ વૈરાગ્ય–ઉભયનું યથાર્થે ચિત્ર આ પંક્તિઓ જ સ્વયં ઉત્તમ રીતે આલેખી શકે છે; એટલે વાચકના હૃદયમાં એ ઉપસ્થિત કરી આપવા વધારે શ્રમ લેવાની જરૂર જણાતી નથી. વળી, જે હદયમાં આ રસની ઝીણી ઝીણી પણ ઊર્મિઓ, કેઈક કોઈક કાળે પણ, વહેતી હશે તેને અત્રે ઉછળતા રસતરંગે આદરથી સ્વીકારવામાં વિલંબ થવાનું નથી. અને એ ભાવ જેને તદન અજ્ઞાત છે તેને કાટિ દલીલો પણ નકામી છે–એ જોતાં પણ આ સિદ્ધાન્તની પુષ્ટિ માટે બહુ યત્ન કરવાનું કારણ રહેતું નથી. તથાપિ આ મિશ્ર રસના પ્રવાહની ડીક અવાન્તર રસલહરીનું કાંઈક પૃથક પૃથફ અવલોકન કરવા યત્ન થાય તે તે અસ્થાને નહિ ગણાય.
વૈરાગ્ય અને દયા ૧ પરમાત્મ–પ્રાપ્તિ માટે સૌથી પહેલું અને આવશ્યક પગથિયું વૈરાગ્ય છે. જગતના વ્યવહાર તરફ કાંઈ પણ અરુચિ ઉત્પન્ન થયા વિના મનુષ્ય પરમાત્માભિમુખ થઈ શકતો નથી; અને જે કે પરિણામે જગતમાં પણ જ્ઞાનીને : પરમાત્મન જ થાય છે તથાપિ આરંભમાં જગત ઉપર જગતરૂપે ત્યાજ્ય