________________
૨૧૮
માવિતત્તમ”
શાસ્ત્ર આ બે પ્રકારનાં જ્ઞાનને પક્ષ” અને “અપક્ષ એવાં વિશેષણથી વ્યવહેરે છે. જ્ઞાન અને ક્રિયાને સર્વથા વિભિન્ન ન ગણતાં, એમને એક ચૈતન્યવ્યાપારના અવા-તર ભેદ માનવામાં લાભ એ છે કે ચિતન્યની શક્તિઓ એક એકથી સર્વથા અસંબદ્ધ નથી પણ એક એકમાં અનુસ્મૃત છે અને સર્વની આત્મામાં અખંડતા છે એ માનસશાસ્ત્ર (Psychology)ના સિદ્ધાન્ત સાથે સંગતિ રહે છે.
જ્ઞાન” શબ્દના અર્થમાં ક્રિયાને સમાવેશ કરવા સાથે હદયના ભાવ (પ્રેમ)ને પણ સમાવેશ કરવાને છે. અર્થાત, પ્રકૃત કમાં “ઘરથતિ= જુવે છે'પદ વડે જે દષ્ટિ વિવક્ષિત છે તેમાં મન-હૃદય-અને-ક્રિયાશકિતસાધ્ય જ્ઞાન ભકિત અને કર્મ ત્રણે આવી જાય છે. અને આ વ્યાખ્યાનને શ્રીમદ્ભાગવતનું મુખ્ય તાત્પર્ય વિચારતાં પુષ્ટિ મળે છે. આ રીતે મન, હૃદય અને ક્રિયા ત્રણેવડે ભૂતમાત્રમાં જે આત્મસ્વરૂપ ભગવાનનું દર્શન કરે છે તે જ ખરે–સંપૂર્ણ અર્થમાં– ભાગવત એટલે ભગવજન છે એમ ઉપરના સૂત્રનું તાત્પર્ય છે.
૨ એક બીજો પ્રશ્ન એ થશે કે જે ભૂતમાત્ર ભગવસ્વરૂપ છે તે દુષ્ટ પ્રતિ અનાદર અને તિરસ્કારને અવકાશ ક્યાં રહ્યો ? આ શંકાનું સમાધાન સહજ છે. વેદાન્તમતમાં ભગવત-સાક્ષાત્કાર શિવાય અન્ય સર્વ ભાવ અનિષ્ટ છે એ ખરું, પરંતુ ભાગવતની સર્વમયતાને લીધે એને સાક્ષાત્કાર વિશ્વના પ્રત્યેક પદાર્થમાં થવો જોઈએ, અને તેથી દુષ્ટ પ્રતિ તિરસ્કારમાં પણ એ સાક્ષાત્કાર થઈ શકે એ સ્પષ્ટ છે. દુષ્ટ પ્રતિ તિરસ્કારમાં ભગવતસાક્ષાત્કાર ઉપદેશવાને હેતુ એવો છે કે ઉક્ત તિરસ્કાર કેવલ તિરસ્કાર રૂપે વેદાન્તને અનિષ્ટ છે, પરંતુ એ જ ભગવત–સાક્ષાત્કારરૂપે ઈષ્ટ છે. આ રીતે વેદાન્ત,અમુક ક્રિયા કવચિત ઈષ્ટ છે અને કવચિત અનિષ્ટ છે એમ અનિયમ
real knowledge, it does not consist of adequate, but only of confused and imperfect ideas. When we see the right without willing it, our seeing is not the same seeing with that of the mind which both sees and wills" --Dr. J. Caird's "Spinoza."
( કર્તવ્યનું દર્શન થયાં છતાં તે તરફ પ્રવૃત્તિ થતી નથી તે દર્શન, અને કર્તવ્યનું દર્શન થઈ તે સાથે કર્તવ્ય તરફ પ્રવૃત્તિ થાય છે તે દર્શન–એ બે એક નથી.)